બેદરકારી:સંજોગનગર પાસે ફાટક બંધ કર્યા વગર માલગાડી પસાર થતા લોકોમાં હંગામો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ સેવાથી લઇને ડીઆરએમ કચેરીને હરકતમાં આવવું પડ્યું
  • ​​​​​​​ફાટકમાં ખામી સર્જાતા બંધ ન થયું હોવાનો સ્થાનિક રેલવે તંત્રનો દાવો

ભુજના સંજોગ પાસે ગત રાત્રે ફાટક બંધ કર્યા વગર જ માલગાડી પસાર થતા હંગામો થયો હતો. સ્થાનિક લોકોઅે અા અંગે ફરિયાદ કરતા છેક ડીઅારઅેમ કચેરી હરકતમાં અાવવુ પડ્યું હતુ અને તપાસના અાદેશ કર્યા હતાં. ભુજ તાલુકાના દેશલપર સુધી હાલ માલગાડીનું પરિવહન શરૂ થઇ ગયું છે.

પરંતુ વચ્ચે અાવતા ફાટક વારંવાર બંધ કર્યા વગર જ માલગાડી પસાર કરવામાં અાવે છે. તેવામાં ગત મોડી રાત્રે શહેરના સંજોગનગર ફાટક પર ફરી અા પ્રકારનો બનાવ બન્યો હતો. અહીં ફાટક બંધ કર્યા વગર માલગાડી પસાર થઇ હતી. ત્યારે હાજર સ્થાનિક લોકો અને વાહન ચાલકોઅે વીડિયો ઉતારી સોશિયલ મીડિયાના માધ્યમથી રેલ સેવાને ફરિયાદ કરી હતી.

મામલાની ગંભીરતા જોતા રેલ સેવાઅે અા અંગે ડીઅારઅેમ અમદાવાદનું ધ્યાન દોર્યું હતુ. જેના જવાબમાં ડીઅારઅેમ અમદાવાદે પણ જવાબ અાપી અા મામલે સંબંધીતોને જાણ કરવામાં અાવી હોવાનનું જણાવ્યું હતું. રાત્રી દરમિયાન ફાટક બંધ કર્યા વગર માલગાડી પસાર થતા લોકોઅે રોષ વ્યક્ત કર્યો હતો. અાવી રીતે કોઇ દુર્ઘટના પણ બની શકે છે.

ફાટક બંધ ન થતા કર્મચારીઅો મોકલ્યા હતા : સ્ટેશન માસ્ટર
તો અા અંગે ભુજ રેલવે સ્ટેશન માસ્ટર કે.કે. શર્માનો સંપર્ક કરતા અાવો બનાવ બન્યો હોવાનો સ્વિકાર કર્યો હતો. જોકે તેઅોઅે ઉમેર્યું હતું કે ફાટક કોઇ ટેકનલિકલ કારણોસર બંધ થયું ન હતું. જેના કારણે તાત્કાલિક રેલવેના કર્મચારીઅોને સ્થળ પર મોકલી દેવાયા હતાં. અને કર્મચારીઅોઅે વાહન ચાલકોને માલગાડી અાવતી હોવા અંગે જાણ કરી હતી. ફાટકની મરંમત કરી દેવામાં અાવી છે. હવે અા પ્રકારની સમસ્યા નહીં સર્જાય.

અન્ય સમાચારો પણ છે...