કામગીરી:વરસાણા ચોકડી પર દબાણ હટાવવાની સાથે માર્ગનિર્માણ કામગીરીનો પ્રારંભ

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહથી રોડ લેવલીંગનું કામ થશે શરૂ

વરસાણા ચોકડી પર આજે લાંબા સમયથી સ્થગિત દબાણ હટાવ કામગીરી શરૂ કરવાની સાથે મહત્વના નેશનલ હાઇવેના નિર્માણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અહીંથી અંજાર સુધીના માર્ગ પર લેવલીંગ સહિતની કામગીરી શરુ કરવામાં આવશે.

ગત માસે ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભિમાસરથી ભુજના નેશનલ હાઈવેના કામનું ઈ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે જ વરસાણા ચોકડી પર વર્ષોથી સ્થાપિત દબાણ હટાવવા તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રારંભે દબાણ જાતે ખસેડી લેવાની નોટિસ બાદ પ્રથમ દશેરા બાદ દબાણ હટાવવાની તૈયારી બાદ દુકાનદારો એ થોડો સમય માંગતા દિવાળી બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અંતે, આજે સવારે નેશનલ હાઈવેના અધિકારીઓ એ દુકાનો તોડી મહત્વનો રોડ ખાલી કર્યો હતો.

આ માર્ગની કામગીરી સંભાળતા નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારોના કહ્યનુસાર, માર્ગ નિર્માણ માટે શરૂઆતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. માર્ગનું માપ કાઢ્યા બાદ વીજ કંપનીના સહયોગથી વીજ થાંભલા ખસેડી લેવાયા છે, તો પાણી પુરવઠા બોર્ડના સહકારથી પાઇપલાઇન પણ હટાવી લેવામાં આવી છે. આ સિવાય માર્ગની બન્ને બાજુ ઝાડી કટિંગ કરી માર્ગ સમથળ બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહથી માર્ગ નિર્માણની કામગીરી ધમધમી ઉઠશે તેવું કહેવાઈ રહ્યું છે.

વરસાણા ચોકડીનો દબાણગ્રસ્ત વિસ્તાર લાંબા સમયથી વિવાદમાં રહ્યો હતો. ત્યારે આજે થોડી સમજાવટ પછી મોટાભાગના દબાણકર્તાઓ જાતે ખસી ગયા હતા ત્યારે આગામી દિવસોમાં આ મહત્વનો માર્ગ પર ફરી દબાણ ના ખડકાય તે જોવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...