અનોખી પહેલ:મોટા કાંડાગરામાં ગૌચર, તળાવમાંથી બાવળ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયત અને દાતાઅોના સહયોગથી અનોખી પહેલ

મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરામાં ગ્રામ વિકાસ યોજના અંતર્ગત સમસ્ત મહાજન મુંબઈ, કાંડાગરા વિશા ઓસવાળ જૈન મહાજન અને કાંડાગરા ગ્રામપંચાયતના સહયોગથી ગાૈચરમાં બાવળ દુર કરવા, તળાવ ઉંડા કરવાની સાથે બાવળ દુર કરવાની કામગીરીનો પ્રારંભ ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ (કચ્છ)ના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા અને આગેવાનોના હસ્તે કરાયો હતો.

જીગર છેડાએ જણાવ્યું હતું કે, મોટા કાંડાગરા ખાતે શરૂ થયેલી કામગીરી મુન્દ્રા, માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ ન પડે ત્યાં સુધી અા કામગીરી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ(કચ્છ) ભુજના સહકારથી કરાશે. દેવાંગ ગઢવીએ યોજનાની વિગતવાર માહિતી અાપી વધુમાં વધુ લોકોને આ યોજનામાં જોડાવા અપીલ કરી હતી.

મુંબઈ દેશ મહાજનના મંત્રી હિતેશ શાહ, કાંડાગરા મુંબઈ મહાજનના નેમજી ગંગર, ઘીરભાઈ ગાલા, બચુભાઈ ગાલા, કેતન શાહ, હરેન્દ્રસિંહ જાડેજા, ગામના સરપંચ જોરૂભા ઝાલા, શામરા ગઢવી, કુલદીપસિંહ જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, નટુભા જાડેજા, પ્રકાશ રાજગોર, રામ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...