કોમીએકતા:ભુજમાં મુસ્લિમ પરિવાર નિર્મિત રંગબેરંગી માતાજીના ગરબાઓ શહેરીજનોમાં લોકપ્રિય

કચ્છ (ભુજ )18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત પેઢીથી કુંભાર પરિવાર દર નવરાત્રી પૂર્વે વિવિધ પ્રકારના ગરબા બનાવી વેંચાણ કરે છે

આદ્યશક્તિની આરાધનાના મહા પર્વ નવરાત્રીની ઉજવણીમાં અનિવાર્ય એવા ગરબાઓને બનાવવાનુ કાર્ય ભુજમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવે છે. શહેરમાં વેંચાણ અર્થે મુકવામાં આવતા વિવિધ પ્રકારના રંગબેરંગી માતાજીના ગરબાઓને કુંભાર પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગરબાઓ, ના માત્ર ભુજ પરંતુ અન્ય તાલુકાઓમાં પણ મોકલવામાં મોકલવામાં આવે છે. ગરબાઓને પરિવારના સભ્યો અતિ ખંત પૂર્વક બનાવી તેમાં ચમકદાર આભલાથી સજાવટ કરે છે. કોમી એકતાના દર્શન કરાવતા આ કાર્યથી સૌ કોઈ વિદિત છે.

ખાસ પ્રકારના આકાર પામેલા ગરબાઓ અહીં ખૂબ પ્રચલિત છે આસો નવતરાત્રીને હવે માત્ર એક પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે બે વર્ષના આંશિક અંકુશો બાદ આ વખતે પુરજોશ સાથે નવરાત્રિની ઉજવણી થવાની છે, ત્યારે નવરાત્રીની પર્વમાં ઉપયોગી સંબધિત ચીજ વાસ્તુઓનું અત્યારથીજ બજારમાં વેંચાણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં દરેક ગરબી માટે જરૂરી એવા માતાજીની સ્થાપના માટેના ગરબાઓ ભુજમાં વેંચાણ અર્થે મુકવામાં આવી રહ્યા છે. તેમાં મોટા ભાગના ગરબાઓ અહીંના મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વિશે કુંભાર પરિવારના અબદરેમાન મામદે જણાવ્યુ હતુ કે નવરાત્રીના બે માસ પહેલાજ અમે માટીના ગરબાઓ બનાવવાનું શરૂ કરી દઈએ છીએ , અને તેમાં અવનવી ડિઝાઇન કરી તેને સુંદર બનાવીએ છીએ. ખાસ પ્રકારના આકાર પામેલા ગરબાઓ અહીં ખૂબ પ્રચલિત છે જેની અમને ખુશી છે.

અન્ય સમાચારો પણ છે...