અરજી નામંજૂર:મિરજાપરના ચકચારી જમીન કેસમાં કલેક્ટરે રિવિઝન અરજી નામંજૂર કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે ઉપરી અધિકારીના હુકમથી ઉપરવટ જઇ નોંધો પ્રમાણિત કરી
  • પાવરનામા, દસ્તાવેજની યથાર્થતા ચકાસવાના અધિકાર સિવિલ કોર્ટને : કલેક્ટર

ભુજ તાલુકાના મિરજાપરના ચકચારી જમીન કેસમાં નાયબ કલેક્ટરના હુકમ સામે થયેલી બે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર કરી, મામલતદારે ઉપરી અધિકારીના હુકમથી ઉપરવટ જઇ નોંધો પ્રમાણિત કરી હોવાનું અને પાવરનામાં સહી સાચી છે કે, ખોટી તે નક્કી કરવાના અને દસ્તાવેજની યથાર્થતા ચકાસવાના અધિકાર સિવિલ કોર્ટને હોવાનું તારણ અાપ્યું છે.

અા કેસમાં જમીન માલિક ધનસુખભાઇ હરજીભાઇ પટેલે વાસુદેવ રામદાસ ઠકકરને અાપેલા પાવરનામા અને તેના અાધારે થયેલા દસ્તાવેજની તકરાર છે. નોંધ નં.6430 મુજબ નિશાંત વાસુદેવ ઠક્કરે અા જમીન રજિસ્ટર દસ્તાવેજથી પટેલ ધનસુખલાલ હરજી લીંબાણીના જનરલ પાવરદાર વાસુદેવ ઠક્કર પાસેથી ખરીદ કરી હતી.

જે અંગેની નોંધ પ્રમાણિત થતાં નિશાંત વાસુદેવ ઠક્કરે અા જમીન કુણાલ વિનયકુમાર રેલોન અને દીપક પ્રવીણભાઇ ઠક્કરને વેચાણ અાપેલી, જે અંગે નોંધ નં.6452 વાળી પ્રમાણિત થઇ હતી. જો કે, અગાઉની નોંધો મુજબ નોંધ નં.6328 અને 6329થી પટેલ ધનસુખ હરજીઅે જમીનનો 50 ટકા ભાગ મનીષ અંબાલાલ પદમાણીને વેચાણ અાપેલ, જે પ્રમાણિત થતાં નિશાંત વાસુદેવ ઠક્કરના પાવરદાર વિનોદ વિનોદ રેલોને નાયબ કલેક્ટરમાં અપીલ કરી હતી, જે નામંજૂર થઇ હતી.

જેની સામે કલેક્ટરમાં રિવિઝન કર્યા બાદ વિડ્રો કરી હતી, જેથી નોંધ નોંધ નં.6328 અને 6329 કાયમ રહી હતી તેમ છતાં પણ મામલતદારે નાયબ કલેક્ટરના હુકમથી ઉપરવટ જઇને નોંધ નં.6430 અને 6452 વાળી પ્રમાણિત કરી હતી, જેની સામે ધનસુખલાલ હરજી પટેલ અને મનીષ અંબાલાલ પદમાણીઅે નાયબ કલેક્ટરમાં અપીલ કરતાં નાયબ કલેક્ટરે અપીલ અશત:મંજૂર કરી નોંધ નં.6430 અને 6452 વાળી પ્રમાણિત કરવાનો નિર્ણય રદ કર્યો હતો. જેની સામે નિશાંત વાસુદેવ ઠક્કરે 332-19 અને કુણાલ વિનયકુમાર રેલોન તથા દીપક પ્રવીણભાઇ ઠક્કરે 333-19 વાળી રિવિઝન કલેક્ટર સમક્ષ કરી હતી.

અા કેસમાં કલેક્ટરે રિવિઝન નામંજૂર કરી, નાયબ કલેક્ટરના હુકમને યથાવત રાખી, પાવરનામાની યથાર્થતા ચકાસવાની અને દસ્તાવેજની કાયદેસરતા ચકાસવાની સત્તા રેવેન્યૂ અોથોરિટીને ન હોઇ તેની સત્તા સિવિલ કોર્ટને છે તેવું તારણ અાપી, મામલતદારે ઉપરી અધિકારીના હુકમથી ઉપરવટ જઇને નોંધો પ્રમાણિત કરી હોવાનું જણાવ્યું હતું. બંને રિવિઝન અરજીમાં સામાવાળા નં.1,2 વાળા તે પટેલ ધનસુખલાલ હરજી, મનીષ અંબાલાલ ઠક્કરના વકીલ તરીકે ભુજના મનોજ હરીલાલ ખત્રીઅે હાજર રહી દલીલો કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ ચકચારી જમીન કેસમાં રેવન્યુ ઓથોરિટી ઉપરાંત રાજ્યની વડી અદાલત સુધી કોર્ટ કાર્યવાહી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...