રાહત અનુભવાઇ:કચ્છમાં વાદળો ડોકાયાં, પારો બે ડિગ્રી ઉતરતાં ગરમી ઘટી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ સુધી મહત્તમ 40 ડિગ્રી નીચે રહેવાની વકી

કચ્છ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી પડી રહેલી ગરમી વચ્ચે મંગળવારની સવારથી વાદળો ડોકાવાની સાથે મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું નીચું ઉતર્યું હતું. જેના કારણે ગરમીમાં સામાન્ય રાહત અનુભવાઇ હતી. ચાલુ સપ્તાહે ઉંચું ઉષ્ણતામાન 40 ડિગ્રી નીચે રહેવાનો વર્તારો વ્યક્ત કરાયો છે.

કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા કંડલા એરપોર્ટ મથકે અધિકત્તમ બે આંક જેટલું નીચે ઉતરીને 39 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં સામાન્ય રાહત અનુભવાઇ હતી. જિલ્લા મથક ભુજમાં સવારથી વાદળો ડોકાયા હતા અને બપોર સુધી સમયાંતરે ધૂપ છાંવનો માહોલ રહ્યો હતો તેની સાથે ઉંચું ઉષ્ણતામાન બે ડિગ્રી ઘટીને 37.6 થતાં શહેરીજનોએ ગરીમાં રાહત અનુભવી હતી. જો કે, ભેજનું પ્રમાણ સરેરાશ 60 ટકા જેટલું યથાવત્ રહ્યું હતું.

નલિયામાં મહત્તમ 35 તો કંડલા બંદરે 38.2 ડિગ્રી સાથે તાપમાન જળવાયેલું રહ્યું હતું. કચ્છમાં ન્યૂનતમ સરેરાશ 27 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર-પાંચ દિવસ સુધી પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની સાથે ગરમીમાં રાહત રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...