મોન્સૂન કમસુન:કચ્છમાં 25થી 30 જૂન વચ્ચે મેઘ સવારી પહોંચશે !, ભારતીય હવામાન વિભાગે ચોમાસાની ટાઇમલાઇન જાહેર કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી 10થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જાય છે
  • ક્લાઇમેટ ચેન્જ, બે વર્ષથી વાવાઝોડાના લીધે ચોમાસુ વહેલું

દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ વહેલું બેસે તેવા અણસાર છે. અાંદામાનમાં નૈઋત્ય ચોમાસુ 6 દિવસ પહેલા બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોનસુન ટાઇમલાઇન જાહેર કરી છે. જેના અાધારે કચ્છમાં 25થી 30 જૂન વચ્ચે ચોમાસુ પહોંચશે તેવી અાગાહી કરવામાં અાવી છે. જોકે છેલ્લા થોડા વર્ષોથી હવામાન વિભાગની અાગાહીની તારીખ પહેલા જ ચોમાસુ કચ્છમાં બેસી જાય છે.કચ્છમાં જૂન મહિનામાં ભાગ્યે જ ધોધમાર વરસાદ પડતો હોય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ અને બે વર્ષથી અાવતા વાવાઝોડાના લીધે ચોમાસુ વહેલું અાવી રહ્યું છે.

કચ્છમાં છેલ્લા બે વર્ષથી ચોમાસુ હવામા વિભાગના અંદાજા કરતા વહેલુ અાવી જાય છે. ચાલુ વર્ષે હવામાન વિભાગે કચ્છમાં 25થી 30 જુન સુધી ચોમાસુ બેસી જશે તેવી અાગાહી કરી છે. ગત વર્ષે પણ હવામાન વિભાગે અા જ તારીખો જાહેર કરી હતી. જોકે 2021માં કચ્છમાં ચોમાસુ 19 જૂનના બેસી ગયું હતું. ગત વર્ષે 19 જૂન સુધી સિઝનનો 10 ટકા વરસાદ પડી ગયો હતો! સામાન્ય રીતે કચ્છમાં 25 જૂન બાદ ચોમાસુ બેસતુ હોય છે. વર્ષ 2020માં કચ્છમાં ચોમાસુ 15 જુનના જ બેસી ગયું હતુ. જૂનની વાત કરવામાં અાવે તો કચ્છમાં અંદાજે સરેરાશ 15 અેમઅેમ વરસાદ પડતો હોય છે. જોકે છેલ્લા બે વર્ષથી જૂમાં સારો અેવો વરસાદ પડી રહ્યો છે.

છ વર્ષમાં જૂન સુધીમાં કચ્છમાં પડેલો વરસાદ

વર્ષપડેલો વરસાદટકાવારી
2015358.86
2016123.01
20177518.58
201841.01
2019256.27
202010726.05
20215612.62
અન્ય સમાચારો પણ છે...