વિવાદ:નખત્રાણા તાલુકાના ગેચડાની સીમમાં જમીન મુદે તલ ગામના શખ્સો વચ્ચે ધિંગાણું : 8 ઘવાયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બનાવમાં હથિયારો વડે થયેલા હુમલામાં ઘવાયેલા લોકોને લોહી નીકળી આવ્યા હતા. આ વીડિયો પણ દિવસભર વાયરલ રહ્યો હતો. - Divya Bhaskar
આ બનાવમાં હથિયારો વડે થયેલા હુમલામાં ઘવાયેલા લોકોને લોહી નીકળી આવ્યા હતા. આ વીડિયો પણ દિવસભર વાયરલ રહ્યો હતો.
  • નિરોણા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી 13 શખ્સો સામે નોંધાયો રાયોટીંગનો ગુનો

નખત્રાણા તાલુકાના ગેચડા ગામની સીમમાં આવેલી જમીન મુદે રવિવારે બપોરે તલ ગામના શખ્સો વચ્ચે કુહાડી લાકડી સાથે ધિંગાણું સર્જાયું હતું જેમાં અરસપર વાર કરાતાં 8 લોકોને લોહિલૂહાણ થયા હતા. જ્યારે બન્ને પક્ષે ફરિયાદ નોંધાવતાં નિરોણા પોલીસે 13 શખ્સો વિરૂધ રાયોટીંગ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

નિરોણા પોલીસ મથકે નમરા જખરા જત (ઉ.વ.36)એ તલ ગામના ફારૂક જાનમ જત, આરીફ અશરફ જત, અબ્દુલ કરીમ બાબીયા, નુરમામદ હાજી અગન જત, અલ્લાબક્ષ નુરમામદ જત, અબ્દુલ કલામ નુરમામદ જત, ઇબ્રાહિમ હાજી સુમારખાન જત વિરૂધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદી તેમના સસરા સમા નવાઝના ગેચડા ગામના પાટીયાની સામે આવેલી જમીન પર હાજર હતા.

ત્યારે આરોપીઓએ ભેંસો ચારવામાં તકલીફ પડતી હોવાનું જણાવી જમીન ખેતર ખાલી કરી દેવાનું કહીને ઝઘડો કરીને ફરિયાદી તેમજ ભાઇ મજીદ રમજાન જત, હાસમ ધોધા જત, ફરિયાદીના સાળા આયાસ સમા સહિતનાઓ કુહાડી લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. તો, પ્રતિ ફરિયાદમાં તલ ગામના નુરમામદ હાજી અગન જતએ સમા નવાજ જત, નમરા જખરા જત, મજીદ રમજાન જત, કાસમ રમજાન જત, મિયાવસાયા જત, અબાસ ઇશાક જત વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી પર જમીન બાબતે વીડિયો વાયરલ કરવાનું મનદુ:ખ રાખીને ફરિયાદી તેમજ અલ્લાબક્ષ નુરમામદ જત, ઇબ્રાહિમ હાજી સુમારખાન જત, અબ્દુલકલામ નુરમામદ જતને લાકડીઓથી માર મારીને ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...