ભુજ નગરપાલિકા કક્ષાનો 8મા તબક્કાનો સેવાસેતુનો કાર્યક્રમ શનિવારે યોજવામાં આવ્યો હતો. પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ ન 4 થી 6 નો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકાની કચેરી મધ્યે યોજવામાં આવ્યો હતો.સરકારની વિવિધ 56 પ્રકારની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે આ આયોજન કરાયુ હતું.
આ કાર્યક્રમ ભુજ નગરપાલીકાના પ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યો હતો. શહેરની વિવિધ 15 કચેરીના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે નાગરિકો વતી કુલ 414 અરજીઓ મળેલ હતી અને તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ સફળ આયોજન માટે હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજા, ટેક્સ સુપરીન્ટેન્ડેન્ટ અરવિદસિંહ જાડેજા તેમજ ટેક્સ બ્રાન્ચની તમામ ટીમ, લાઈટબ્રાન્ચના બ્રાંચહેડ દક્ષેશભાઈ ભટ્ટ અને એન.યુ.એલ.એમ શાખાના મેનેજર કિશોર શેખાએ જહેમત ઉઠાવી હતી. ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે અને લોકો તેનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે. પહેલા અરજદારોને અલગ અલગ કચેરીઓમાં જવું પડતું હતું આજે એક જ સ્થળે અરજીઓનો નિકાલ થાય છે. આવનારા દિવસોની અંદર હજુ પણ આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.