નવા નીરના વધામણા:ભૂજના ઐતિહાસિક હમીરસર તળાવ અડધું ભરાતા નવા નીરને વધાવવા શહેરીજનો ઉમટી પડ્યા

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ ફરતે તમામ માર્ગો પર વાહનોના ટ્રાફિકજામ જેવા દૃશ્યો સર્જાયા
  • હમીરસર તળાવની આવમાં અવરોધરૂપ ત્રણ દીવાલો તોડી પડાઈ- સુધારાઈ પ્રમુખ

જિલ્લા મથક ભુજ ખાતે આવેલું રાજાશાહી વખતનું કચ્છનું હૃદયસમુ હમીરસર તળાવ આજે 8 ઇંચ વરસાદના પગલે અડધાથી ઉપર ભરાઈ જતા શહેરમાં મેઘોત્સવ જેવો માહોલ ખડો થયો હતો. ટ્રાફિક નિયંત્રણ અને સલામતીના ભાગરૂપે તળાવની પાળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કોઈને પણ ઉભા રહેવા દેવામાં આવતા નહોતા પરંતુ વરસાદે પોરો ખાતા હજારો શહેરીજનો તળાવમાં પાણી જોવા ઉમટી પડતા લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. પોતાના માનીતા તળાવમાં પાણી નિહાળવા લોકોમાં અનોખો ઉન્માદ જોવા મળ્યો હતો. મહાદેવ ગેટથી કચ્છ મ્યુઝિયમ અને ખેંગાર પાર્ક સુધીનો માર્ગ વાહનોની કરાતોથી વ્યસ્ત બની ગયો હતો. લોકો સહ પરિવાર મેઘોત્સવ માનવવા ઉમટી પડતા અલગજ નજારો જોવા મળ્યો હતો.

દેશનું પ્રથમ તળાવ હશે જે ઓવરફ્લો થતા જાહેર રજા રહે છે
ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે ઉત્સાહભેર જણાવ્યું હતું કે જિલ્લાનું અને સંભવિત દેશનું એવું પ્રથમ તળાવ હશે કે જેના ઓવરફ્લો થતા સમગ્ર શહેરમાં વહીવટી તંત્રમાં રજા પાડવામાં આવે છે. હાલ અડધાથી વધુ તળાવ ભરાઈ ગયું છે. આ માટે વર્ષો પહેલા નિર્માણ પામેલી કચ્છ યુનિવર્સિટીના કારણે તળાવની મુખ્ય આવમાં અવરોધ ઉભો થાય છે. અને આજે આ માટે સુધારાઈ દ્વારા યુનિવર્સિટીમાં આવમાં નડતરરૂપ ત્રણ દીવાલોને જેસીબી મશીનથી તોડવાની ફરજ પડી હતી. જેના બાદ નિર્વિઘ્ને પાણી તળાવમાં પહોંચ્યું હતું. ગત વર્ષે તળાવ ભરાઈ શક્યું નહોતું તેથી આ વખતે લોકોનો ઉત્સાહ વ્યાજબી છે. જેનો સર્વેને આંદન હોય તે સ્વભાબીક છે. હજુ આટલો વરસાદ પડી જાય તો ચોક્કસ હમીરસર ઓગની જવાની મને આશા છે. અને ત્યારે મેઘલાડું વહેંચવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...