સમસ્યા:ગ્રામસભા યોજવા પરિપત્ર પણ તલાટીની હડતાળથી અનિશ્ચિતતા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર ઘર જલ ઉત્સવ પ્રમાણપત્ર આપવાનો હેતુ હતો
  • લમ્પી સ્કીનની સ્થિતિની કામગીરી પર આડઅસર

ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરે 18મી જુલાઈના તમામ જિલ્લા વિકાસ અધિકારીઅોને પત્ર લખીને હર ઘર જલ ઉત્સવ કાર્યક્રમ અન્વયે તમામ ગ્રામ પંચાયતોઅે ગ્રામસભા યોજી પ્રમાણપત્ર અાપવામાં અાવે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. પરંતુ, તલાટી મંડળે પડતર માંગણીઅો ન સંતોષાયા મુદ્દે હડતાળ શરૂ કરી દીધી છે, જેથી અનિશ્ચિતતા દેખાઈ રહી છે. વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના 2022ની 13મી જુલાઈના પત્રની વિગતે હર ઘર જલ ઉત્સવ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાઅે કરવા સૂચના છે.

જે અંતર્ગત 25મી જુલાઈથી 12મી અોગસ્ટ સુધી તમામ ગ્રામ પંચાયતોઅે નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા અાપવામાં અાવેલા પ્રમાણપત્ર સુનિશ્ચિત કરવા. અપાયેલા પ્રમાણપત્ર સમયે સારા ફોટોગ્રાફ, વીડિયો રેકોર્ડિંગ ઉત્તમ કક્ષાના લેવાય અને તેની ડેટા અેન્ટ્રી કરવાની રહેશે. કાર્યક્રમ પાઈપવાળી પાણી પુરવઠા યોજના સ્થળે યોજાય તે સુનિશ્ચિત કરવું. પાણી પુરવઠાની ટાંકી પમ્પ હાઉસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેના ફોટોગ્રાફસ સાથે અપલોડ કરવાના રહેશે.

જે કાર્યક્રમ પૂરો થયા બાદ 15મી અોગસ્ટના પદાધિકારીઅો, હિસ્સદારોને ગ્રામ્ય કક્ષાઅે, તાલુકા કક્ષાઅે અને જિલ્લા કક્ષાઅે સન્માનિત કરવાના રહેશે. અેટલું જ નહીં પણ સંકલ્પ પત્રનું ગ્રામ સભામાં વાંચન કરવાનું રહેશે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, તલાટીઅોની હડતાળને પગલે અે તમામ કાર્યવાહી સંભવ નહીં બને. વધુમાં ગામમાં લમ્પથી પીડિત પશુઅોનો પત્રક નિભાવવાની જવાબદારી તલાટીઅો ઉપર હતી, જેથી અે પણ શકય નથી.

દરેક ઘરે ત્રિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કોણ કરશે
ગ્રામ સભા યોજીને ગામના લોને દરેક ઘરે ત્રિરંગો ફરકાવવા પ્રોત્સાહિત અને જાગૃત કરવાના હતા. પરંતુ, તલાટીની હડતાળના પગલે અે પણ સંભવ નહીં બને.

અન્ય સમાચારો પણ છે...