વિવાદ:વ્યવસાય વેરામાં મુખ્ય અધિકારી, અને RCMની સત્તામાં ખેંચતાણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિપત્ર મુજબ 2.5 લાખથી વધુ ટર્નઓવરમાં 2500 ફિક્સ
  • ​​​​​​​નવા નિયમથી અજાણ પ્રાદેશિક કમિશનરની કચેરીએ અમલવારી અટકાવી

ભુજ નગરપાલિકાએ ઈ-નગર પોર્ટલ ઉપરથી નવા નિયમ મુજબ 2.5 લાખથી વુધ ટર્ન ઓવર ધરાવતી પેઢી પાસેથી 2500 ફિક્સ વ્યવસાય વેરો વસુલવાનું નક્કી કર્યું હતું. પરંતુ, પ્રાદેશિક કમિશનરની કચેરી અજાણ હોઈ જૂના નિયમ મુજબ 5 લાખથી વધુ ટર્નઓવર હોય તો 1250 અને 10 લાખથી વધુ ટર્ન ઓવર હોય તો 2400 રૂપિયા ફિક્સ વ્યવસાય વેરો વસુલવા જીદ પકડી છે.

આમ, પરિપત્રના અમલમાં પણ મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કમિશનર વચ્ચે સત્તામાં વિવાદ જાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈ-નગર પોર્ટલમાં પરિપત્ર છે, જેમાં બતાવેલા નિયમો મુજબ ભુજ નગરપાલિકાએ 1લી એપ્રિલથી અમલવારી શરૂ કરવા નક્કી કર્યું હતું. પરંતુ, પ્રાદેશિક કમિશનરની કચેરીના કર્મચારીઓની જાણમાં ન હતું, જેથી તેમણે જીદ કરી છે કે, પ્રાદેશિક કમિશનરની કચેરી હુકમ ન કરે ત્યાં સુધી મુખ્ય અધિકારી પોતાની મેળે પરિપત્ર અને નવા નિયમની અમલવારી ન કરી શકે. આમ, પરિપત્ર અને નવા નિયમની અમલવારીમાં મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કમિશનરની કચેરીની સત્તા મુદ્દે વિવાદ જાગ્યો છે. .

એક તબક્કે પ્રાદેશિક કમિશનરની કચેરીએ પૂછ્યું કે, અમે નવા નિયમોથી અજાણ છીએ. તમને કોણે પરિપત્ર આપ્યો. જેથી ભુજ નગરપાલિકાએ ઈ-નગર પોર્ટલનો હવાલો આપ્યો અને સવાલ કર્યો કે, ઈ-નગર પોર્ટલમાં નિયમો મૂકાયો હોય એની અમલવારીની સત્તા મુખ્ય અધિકારીને આપોઆપ કેમ ન મળે. એમાંય પ્રાદેશિક કમિશનરના હુકમની રાહ જોઈએ તો નવા હિસાબી વર્ષ 2022/23માં બે મહિના જેટલો લાંબો સમય નીકળી ગયો છે અને હજુ નીકળી જશે. ત્યારબાદ અધવચ્ચે અમલવારી કરીએ તો અગાઉ એક જ હિસાબી વર્ષમાં અલગ અલગ વ્યવસાય વેરાના દર ઊભા થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...