કારોબારી સમિતિની બેઠક:ચંગલેશ્વર ટાંકાના ટેન્ડર 31 ટકા ઊંચા ભાવે ખૂલ્યા, આજે ખાતમુહૂર્ત : આવતા ઉનાળા સુધી પાણી મળશે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા રિલોકેશન સાઈટની મોટાભાગની વસાહતોને મળશે નર્મદાના જળ
  • અંતે ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો

ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક સોમવારે મળી હતી, જેમાં ચંગલેશ્વર ટાંકો બનાવવાનો ટેન્ડર 31 ટકા ઊંચા ભાવે ખૂલ્યો હતો અને સંભવત્ અાજે ખાતમુહૂર્ત પણ કરવામાં અાવશે, જેથી મુન્દ્રા રિલોકેશન સાઈટની મોટા ભાગની વસાહતોને ભારાપર પાણી યોજનામાંથી મળતા કાંયાવાળા પીળા પાણીમાંથી મુક્તિ મળશે અને અાવતા ઉનાળા પહેલા નર્મદાના જળ મળતા થઈ જશે. કારોબારી ચેરમેન જગત વ્યાસે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, ચંગલેશ્વર ટાંકો બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા તો બહુ વહેલી કરી દીધી હતી.

પરંતુ, પ્રથમ બે પ્રયાસોમાં અેકેય ટેન્ડર અાવ્યા ન હતા. ત્રીજા પ્રયાસમાં 56 ટકા ઊંચા ભાવ અાવ્યા હતા, જેથી ઠેકેદારને બોલાવીને 30થી 32 ટકા સુધી ઊંચા ભાવ લાવવા સમજાવ્યા હતા. પરંતુ, ઠેકેદાર 40 ટકા ઊંચા ભાવ સુધી તૈયાર થયો હતો, જેથી કલેકટર મારફતે પાણી પુરવઠા બોર્ડનું માર્ગદર્શન માંગ્યું હતું અને રિટેન્ડરિંગનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ, બાંધકામમાં ઉપયોગમાં લેવાતા લોખંડ, સિમેન્ટર, રેતી, કાંકરીના બજાર ભાવ વધી ગયા છે, જેથી ફરી 31 ટકા ઊંચા ભાવ અાવ્યા હતા. છેવટે કલેકટર મારફતે ફરી પાણી પુરવઠા બોર્ડનું માર્ગદર્શન મેળવ્યું હતું, જેમાં તેમણે હાલના વધેલા બજાર ભાવ મુજબ અે ભાવે કામ સોંપવા સૂચવ્યું હતું. બેઠકમાં સાત્વિકદાન ગઢવી, મહીદીપસિંહ જાડેજા, અશોક પટેલ ધર્મેશ જોશી, ધીરેન લાલન, કિરણ ગાૈરી, રશ્મીબેન સોલંકી સહિતના હાજર રહ્યા હતા.

દંતેશ્વર પાસે નર્મદાની લાઈનમાંથી સીધું પાણી ખેંચાશે
હિલગાર્ડન પાસે પાણીના ટાંકામાં ભુજીયા ટાંકેથી શિવકૃપાનગર ટાંકે અને શિવકૃપા નગર ટાંકેથી હિલગાર્ડન ટાંકે પાણી પહોંચાડવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, જેથી સીધું નર્મદાની પાણીની લાઈનમાંથી હિલગાર્ડન ટાંકે પાણી પહોંચાડવા મંજુરી મંગાઈ હતી. જે મંજુર થતા હવે તેની અંદાજિત 1.15 કરોડના ખર્ચ લાઈન નાખવા સહિતની પ્રક્રિયા થશે.

દુકાનોના ભાડા નક્કી કરવા પ્રક્રિયા અાગળ વધી
નગરપાલિકાઅે શહેરના ઈન્દિરાબાગ પાસે, ટાઉન હોલ પાસે, રાજેન્દ્ર બાગ પાસે દુકાનો બનાવી હતી. જેના વાર્ષિક ભાડા નક્કી કરવા મૂલ્યાંકન કચેરીમાં કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...