કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે સોમવારે અબડાસા-લખપતમાં નોંધપાત્ર ઝાપટાં અને બીજા 6 તાલુકામાં માત્ર ઝરમર વરસ્યો હતો, બીજી બાજુ કચ્છ ઉપર હળવા દબાણની પરિસ્થિતિ સર્જાતાં મંગળવારથી 5 દિવસ સુધી પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
અષાઢના આરંભથી જ મોટાભાગે શાંત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ચોમાસાના પ્રારંભ પછી પહેલીવાર કચ્છમાં કાલે સવારથી સાયક્લોનિક સરક્યુલનની સંભાવના દર્શાવી છે. આગાહી પ્રમાણે અને દક્ષિણ પાકિસ્તાનમાં હળવા દબાણની સ્થિતિમાં વેગીલો પવન ફુંકાશે અને મંગળથી શુક્રવાર સુધી સામાન્ય વરસાદ પડશે.
બીજી બાજુ મંગળવારે અબડાસાના મોથાણા, વાયોર, વિંઝાણ સહિતના વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટાંરૂપી વરસાદ પડ્યો હતો. તાલુકાની ગોયલા નદી ઉપરવાસમાં વરસાદ થતા બે કાંઠે વહી નીકળી હતી તો તાલુકા મથક નલિયામાં ઝરમર ઝાપટાં પડ્યા હતા. તો લખપત તાલુકામાં પણ દયાપર સહિતના વિસ્તારમાં 6થી 10 મીમી જેટલું પાણી પડી ગયું હતું. આ સિવાય નખત્રાણા, ગાંધીધામ, અંજાર, ભચાઉ,ભુજ અને રાપર તાલુકાના કેટલાક સ્થળોએ સામાન્ય છાંટા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.