ભચાઉ તાલુકાના મનફરા પાસેના શાંતિનેકતન ખાતે જૈન સમાજ આયોજિત વાસુપુજ્ય જીનાલયના વાર્ષિક પ્રસંગે મિત્રતા નિભાવવા આતંકવાદ વિરોધી સંઘઠનના ચેરમેન મનીંદરસિંઘ બીટટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા બીટટાએ પોતાના કાફલા સાથે આગમન કરતા ગ્રામીણ માર્ગો સાયરનથી ગાજી ઉઠ્યા હતા. બીટટાએ શ્રી વિસા ઓસવાડ મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા પાટોત્સવ પ્રસંગે તેમને આમંત્રિત કરી અનોખું સન્માન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. સાથે કચ્છ અને વાગડનો વિકાસ જોઈ પ્રભાવિત થયા હતા. આ વેળાએ તેમણે પોતાના ઉદબોધનમાં પાલીતાણા સમ્મેત શિખરને પર્યટન તરીકે જાહેર કરવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને જૈનોના આ સ્થાનકને જૈન સ્થાનક તરીકે જ રહેવા દેવું જોઈએ તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.
2001ના ભુકંપ બાદ મનફરા ગામ સામે નિર્માણ પામેલા જૈન સમાજના શાંતિનિકેતનને નિહાળીને તેમણે ખુશી વ્યકત કરી હતી. જીનાલયના વાર્ષિક પાટોત્સવના મુખ્ય જમાન પદે ગિરીશભાઈ મણીલાલ છેડા રહ્યા હતા. એના વીસા ઓસવાળ ખેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘ દ્વારા ધ્વજારોહણ પ્રસંગે મૂળનાયક વાસુપૂજ્ય સ્વામી અને પ્રાચીન શાંતિનાથ સ્વામીને ધ્વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગે 38 જેટલા સાધુ ભગવંતો, જૈન સમાજના પરિવારો અને સંતોએ માંગલીક ફરમાવ્યું હતું. પ.પુ. બાપા ભગવત મુનીચંદ્રસુરીશ્વરજી મ.સા આદિ સંતોની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.