કાર્યક્રમ:વર્માનગરમાં GMDC સ્થાપના દિનની ઉજવણી, ત્રણ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે

નારાયણ સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુઝિકલ કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટના કર્મચારીઓ જોડાયા

લખપત તાલુકાના વર્માનગર ખાતે જીએમડીસીના વિવિધ પ્રોજેક્ટ દ્વારા પ્રથમ વખત સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી.

કચ્છમાં જીએમડીસીની સ્થાપના કરાયા બાદ પ્રથમ વખત વર્માનગરમાં પાનધ્રો, ઉમરસર અને માતાના મઢ પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે સ્થાપના દિવસ ઉજવાયો હતો. દિપ પ્રાગટ્ય બાદ પાનધ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટના એચ.જે. દવેએ સર્વેને આવકારી કચ્છમાં નવા ત્રણ પ્રોજેક્ટ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું. બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

સાંજે યોજાયેલા મ્યુઝિકલ કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટમાં હાલે ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ, યુનિયનના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન શ્યામજી કૃષ્ણવર્મા વિદ્યાલયના શિક્ષક મુકેશ દવેએ, આભારવિધિ એ.બી. દાનીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીએમડીસી પરિવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...