ભાસ્કર એક્સક્લૂઝિવ:સાવધાન : હવે ભુજમાં પણ પોલીસ કર્મીઓ જોવા મળશે બોડીવોર્ન કેમેરા સાથે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ પોલીસ બનશે હાઈટેક, કર્મચારીઓ માટે 200 કેમેરા ફાળવાયા
  • ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ, કરફ્યુ, બંદોબસ્ત ​​​​​​​જેવી ઘટનાઓમાં થશે લાઈવ મોનીટરીંગ

અવારનવાર ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે જેમાં ઘણી વખત વાત વણસી જતી હોય છે ત્યારે હવે આવા કિસ્સાઓ પણ હાઈટેક પોલીસના કેમેરામાં કેદ થઈ જશે.અમદાવાદમાં પાયલોટ પ્રોજેકટની અમલવારી બાદ રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓ માટે બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે.

ટ્રાફિક પોલીસ તેમજ બંદોબસ્તની ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની વરદીમાં ખિસ્સાના ઉપરના ભાગે આ કેમેરો લગાવવામાં આવે છે જેનાથી આસપાસ થતી તમામ મુવમેન્ટ ઓડિયો અને વિડિઓ વિઝ્યુઅલમાં રેકર્ડ થઈ જાય છે હાલ પશ્ચિમ કચ્છ પોલીસને પણ આ કેમેરા ફાળવવામાં આવ્યા છે અને ભુજમાં પ્રાયોગિક ધોરણે ટ્રાફિક પોલીસને આ કેમેરા અપાયા છે જેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આગામી સમયમાં કેમેરાની ઉપયોગીતા બાબતે તાલીમ આપવામાં આવશે અને તે બાદ તેનું અમલીકરણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સામાન્ય લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે થતા ઘર્ષણને ટાળવા, VIP બંદોબસ્ત તથા કર્ફ્યુ જેવી સ્થિતિમાં મોનિટરિંગ કરવા માટે આ કેમેરા ઉપયોગી સાબિત થશે.આ માટે રાજ્યમાં પ્રાયોગિક ધોરણે કુલ 10 હજાર કેમેરા પોલીસ કર્મચારીઓને આપવામાં આવશે જેમાં પશ્ચિમ કચ્છ પોલીસને 200 જેટલા કેમેરા ફાળવવામાં આવ્યા છે.

હાલમાં કેમેરાની ઉપયોગીતાને લઈને પોલીસ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જે બાદ તેનું અમલીકરણ કરવામાં આવશે.જેથી આગામી સમયમાં ભુજ સહિત કચ્છમાં પણ પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે સુસજ્જ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...