કચ્છમાં વરસાદનો ચિતાર:લખપતના પાંધ્રો બાલાપર માર્ગ પરનો કોઝવે તૂટતાં ટ્રેલર પલટ્યું, યુવાનોએ દુધના કેન સામે પાર પહોંચાડ્યા

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખપતમાં ગઈકાલે 11 ઇંચ વરસાદ બાદ આજે બે ઇંચ, ઉઘાડ નીકળતા લોકોમાં ખુશી
  • ભચાઉ અને રાપર તાલુકામાં માત્ર 37-37 મીમિ વરસાદ નોંધાયો

ચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજાએ પશ્ચિમ વિભાગમાં સાંબેલાધાર વરસીને જળ બંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી હતી. જેમાં ગઈકાલે લખપત તાલુકામાં પડેલા સરચચર 11 ઇંચ વરસાદ બાદ આજના બે ઇંચ સાથે જિલ્લાનો સૌથી વધુ વરસાદ કુલ 446 મિમી નોંધાયો છે. એક સામટા પડેલા વરસાદ બાદ લખપતના અનેક ગ્રામીણ માર્ગો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આજે શનિવારે તાલુકાના સરહદી પાંધ્રોથી 7 કિલોમીટર દૂર બલાપર વચ્ચેના માર્ગ પરનો કોઝવે તૂટી પડતા પસાર થતું એક ટ્રેલર અકસ્માતગ્રસ્ત બની પલટી ગયું હતું. આ માર્ગ બંધ થતાં બલાપરથી વરમાનગર ડેરીએ દૂધ ભરેલા કેન પહોંચડવામાં આસપાસના યુવાનો આગળ આવ્યા હતા. અને દુધના કેનને સામે પારથી ઊંચકી માર્ગના બીજા છેડે પહોંચાડ્યા હતા. વિકટ પરિસ્થિતિને સાનુકૂળ બનાવતા દ્રસ્યોનો વીડિયો બાદમાં સોસીયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

લખપતના અનેક માર્ગો તૂટી પડતા ગામો સંપર્ક વિહોણા બન્યા
લખપત તાલુકામાં ભારે વરસાદથી તાલુકાનો સૌથી મોડો ગોધાતડ ડેમ ઓવરફ્લો થઈ જતા ખુશી ફેલાઈ છે. મહત્વના આ ડેમ મારફતે આસપાસના 25 જેટલા ગામો પાણી પીવે છે. ડેમ નિરીક્ષણ માટે તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાએ ટીમ સાથે મુલાકત લીધી હતી. જ્યારે પાંધ્રો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. જોકે ભારે વરસાદના કારણે અનેક માર્ગો ધોવાઈ જવા પામ્યા છે. જેમાં લખપત નારાયણ સરોવર માર્ગ અને નલિયા- બરંદા નારાયણ સરોવર પણ ધોવાઈ જતા સરહદ તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. શીનાપર કોઝવે પરની નદી વહી નીકળતા માર્ગ બાધિત થયાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

જિલ્લામાં વરસાદની સ્થિતિ
અંજારમાં આજે 4 મિમી કુલ 156, અબડાસા આજે 27 મિમી કુલ 236, ગાંધીધામ આજે 7 કુલ 112, નખત્રાણા આજે 23 કુલ 349, ભચાઉ આજે 0 કુલ 37, ભુજ આજે 10 કુલ 288, મુન્દ્રા આજે 30 કુલ 398, માંડવી આજે 21 કુલ 436, રાપર આજે 0 કુલ 37 અને લખપત તાલુકામાં આજે 8 મિમી સાથે મોસમનો કુલ વરસાદ 446 મિમી નોંધાયો છે.

ભુજ નગરપાલિકા હેલ્પલાઈન સાથે કામગીરીમાં વ્યસ્ત બની
ભૂજ નગરપાલિકા દ્વારા વરસાદની પરિસ્થિતિમાં ઉફભવતા પ્રશ્નોના નિવારણ માટે વિવિધ કામગીરીમાં વ્યસ્ત બની હોવાનું સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે સંજોગ નગર વિસ્તારમાં જળ ભરાવના નિકાલ માટે કેનાલ બનાવી દીધી છે. તળાવ શેરીમાં જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી છે. તમામ શાખાના ઇનજીનીયરોને દરેક વૉર્ડમાં કાર્યરત કર્યા છે. શહેરમાં કોઈ સ્થળે વરસાદને લઈ ફરિયાદના નિવારણ હેતુ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. તમામ સ્ટાફની રજા રદ રાખી ખડેપગે રખાયા છે.

માંડવી ગાંધીધામમાં પરિસ્થિતિ કથળી પડી છે
માંડવીમાં વ્યાપક વરસાદ બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અહીં પણ સુધારાઈ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ લોકોને હાલાકી વચ્ચે રોગચાળો વકરવાની ભીતિ સતાવી રહી છે. ગાંધીધામમાં ઓછા વરસાદ છતાં ગંદકીનું પ્રમાણ પરાકાસ્ટાએ પહોંચ્યું છે. શહેરના માર્ગો પર ઠેર ઠેર જળ ભરાવ અને ગાબડા પડી ગયા છે. કચ્છની આર્થિક નગરી ગણાતું ગાંધીધામ અને આદિપુર શ્રમ વિસ્તાર જેવા ભાષી રહ્યા છે. તંત્ત અહીં પાંગડું પુરવાર થઈ રહ્યાની ફરીયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...