મોટી દુર્ઘટના ટળી:મુન્દ્રા નજીકના ખાનગી MICT પોર્ટ ખાતે લાંગરેલું કાર્ગો જહાજ નમી જતા કન્ટેનર દરિયામાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહીં

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા

કચ્છનામુન્દ્રા નજીકના ખાનગી MICT પોર્ટ ખાતે આજે બપોરે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે. પોર્ટ ખાતે સર્જાયેલી ઘટનાના પગલે પોર્ટ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી અને નમી ગયેલા જહાજને યુદ્ધના ધોરણે સીધું કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ બનાવમાં કુલ કેટલા કન્ટેનર દરિયામાં પડી ગયા છે , તેની તપાસ પોર્ટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા નજીકના ડી.પી.વર્લ્ડ સંચાલિત MICT પોર્ટ ખાતે આજે શનિવાર બપોરે 2.30 વાગ્યાની આસપાસ જેટી પર લાંગરેલા સિયા એક્સપ્રેસ નામનું કાર્ગો વેસલ અચાનક એક તરફ નમી ગયું હતું. લોડ વેસલમાંથી અમુક કન્ટેનર કાર્ગો પાણીમાં પડી ગયા હતા. કુલ કેટલા કન્ટેનર પાણીમાં પડી ગયા છે તેની પોર્ટ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે નમી ગયેલા પનામાં ફ્લેગ ધરાવતા જહાજને ક્રેનની મદદ વડે સીધું કરવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...