• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Candidates Of All Three Parties In Kutch Are Millionaires, Congress Candidate Bachubhai Arethia From Rapar Seat Has 97 Crores.

આ રહ્યો હિસાબ:કચ્છમાં ત્રણેય પાર્ટીના ઉમેદવારો કરોડપતિ, રાપર બેઠકના કોંગ્રી ઉમેદવાર બચુભાઈ અરેઠીયાની સંપતિ 97 કરોડ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી અને રાપર બેઠકની જ્યાના ત્રણેય પાર્ટીના ઉમેદવારોની સંપતિની વાત. વાત જો અબડાસા બેઠકની કરીએ તો ભાજપમાંથી પ્રધુમનસિંહ જાડેજા, કોંગ્રેસમાંથી મામદ જંગ જત અને આમ આદમી પાર્ટીમાંથી વસંત ખેતાની સામસામે છે. જેમાં સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર ભાજપના પ્રધુમનસિંહ જાડેજા છે.

ભાજપના ઉમેદરવાની સંપતિ 1.30 કરોડ રુપિયા
પ્રધુમનસિંહ જાડેજાની સંપતિની વાત કરીએ તો જેમની પાસે હાલ કુલ સંપતિ 1 કરોડ 30 લાખ 23 હજાર 912 રૂપિયા છે. જેમાં હાથ પર રોકડ 12 લાખ 75 હજાર, કુલ બેંક બેલેન્સ 19 લાખ 53 હજાર 318 રૂપિયા, 3 લાખ 65000 હજારનો વાહનો, 10 લાખ 35 હજાર 594 રુપિયાનો વિમો, 26 લાખ 50 હજારની જ્વેલરી અને 57 લાખ 45 હજારની જમીન ધરાવે છે.

AAPના ઉમેદવારની 35 લાખની સંપતિ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાની હાલ 35 લાખ 67 હજાર 778 રુપિયા છે. જેમાં રોકડ 35 હજાર, કુલ બેંક બેલેન્સ 12 હજાર 778, જ્વેલરી 3 લાખ 20 હજાર અને 32 લાખની જમીન ધરાવે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મામદ જંગ જતની કુલ હાલની સંપતિ 10 લાખ 47 હજાર 899 રુપિયાની છે. જેમાં હાથ પર રોકડ 65 હજાર, કુલ બેંક બેલેન્સ 3 લાખ 22 હજાર 899 રુપિયા, 60 હજારની જ્વેલરી અને 6 લાખની જમીન ધરાવે છે.

માંડવી બેઠક પર AAPના ઉમેદવાર કરોડપતિ
વાત કરીએ માંડવી બેઠકની તો અહીંયા ભાજપમાંથી અનિરુદ્ધ દવે, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીમાંથી સીએ કૈલાશભાઈ ગઢવી સામ સામે મેદાને છે. સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના સીએ કૈલાશભાઈ ગઢવી છે. જે અત્યારે 10 કરોડ 61 લાખ 5 હજાર 600 રુપિયાની સંપતિ ધરાવે છે. જેમાં 83 હજાર 431ની હાથ રોકડ, 25 લાખ 86 હજાર 821ના કુલ બોન્ડ/શેર, 4 લાખ 28 હજાર 657 રુપિયા બેંક બેલેન્સ, 66 લાખ 49 હજાર 293ના વાહનો, 2 કરોડ 76 લાખ 73 હજાર 324ની એફડી, 34 લાખ 45 હજાર 987ની જ્વેલરી અને 5 કરોડ 97 લાખ 48 હજાર 87 રુપિયાની જમીન ધરાવે છે.

ભાજપના ઉમેદવારની સંપતિ 9.6 કરોડ
ભાજપના અનિરુદ્ધ દવેની કુલ સંપતિ 9 કરોડ 6 લાખ 96 હજાર 941 રુપિયા છે. જેમાં હાથ રોકડ 4 લાખ 90 હજાર, કુલ બોન્ડ/શેર 1 કરોડ 83 લાખ 13 હજાર 700 રૂપિયા, કુલ બેંક બેલેન્સ 3 કરોડ 37 લાખ 46 હજાર 496 રૂપિયા, 18 લાખ 35 હજારના વાહનો, 7 લાખ 37 હજાર 745નો જીવન વિમો, 23 લાખની જ્વેલરી અને 3 કરોડ 32 લાખ 74ની જમીન ધરાવે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા હાલ 3 કરોડ 68 લાખ 67 હજાર 30 રૂપિયાની સંપતિ ધરાવે છે. જેમાં હાથ પર રોકડ 6 લાખ 31 હજાર 390 રુપિયા, કુલ બેંક બેલેન્સ 78 લાખ 72 હજાર 978 રુપિયા, 1 કરોડ 32 લાખ 62 હજાર 662 રુપિયાના વાહનો, 5 લાખનો જીવન વિમો, 58 લાખની જ્વેલરી અને 88 લાખની જમીન ધરાવે છે.

રાપર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની સંપતિ 97 કરોડ
રાપર બેઠકની વાત કરીએ તો અહીંયા ભાજપમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસમાંથી બચુભાઈ અરેઠીયા અને આમ આદમી પાર્ટીમાંથી અંબાભાઈ પટેલ મેદાને છે. જેમાં સૌથી વધુ સંપતિ કોંગ્રેસના બચુભાઈ અરેઠીયા ધરાવે છે. જેમની કુલ સંપતિ 97 કરોડ 53 લાખ 17 હજાર 377 રૂપિયા છે. જેમાં 4 લાખ 44 હજાર 98 રુપિયાની હાથ રોકડ, 1 કરોડ 88 લાખ 56 હજાર 960ના બોન્ડ/શેર, 6 લાખ 12 હજાર 907 રુપિયા બેંક બેલેન્સ, 94 લાખ 42 હજાર 910ના વાહનો, 57 કરોડ 2 લાખ 62 હજાર 74ની એફડી, 90 લાખ 50 હજારનો વિમો, 27 લાખ 18 હજાર 593ની જ્વેલરી અને 36 કરોડ 39 લાખ 29 હજાર 835ની જમીન ધરાવે છે.

ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા 5.82 કરોડના માલિક
ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા 5 કરોડ 82 લાખ 82 હજાર 205 રુપિયાની સંપતિ ધરાવે છે. જેમાં 16 લાખ 34 હજાર 276 હાથ રોકડ, 26 લાખ 44 હજાર 185 રુપિયા બેંક બેલેન્સ, 5 લાખ 49 હજાર 640ના વાહનો, 2 કરોડ 56 લાખ 18 હજાર 190ની એફડી, 44 લાખ 60 હજાર 200ની જ્વેલરી અને 2 કરોડ 33 લાખ 75 હજાર 714 રુપિયાની જમીન ધરાવે છે. આમ આદમી પાર્ટીના અંબાભાઈ પટેલ 9 લાખ 26 હજાર 500ની સંપતિ ધરાવે છે. જેમાં 20 હજાર હાથ રોકડ, 6 હજાર 500ના બેંક બેલેન્સ અને 9 લાખની જ્વેલરી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...