અેક બાજુ સરકાર કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રઈ જાય તે માટે વિવિધ યોજનાઅો ચલાવી રહી છે. પરંતુ અા યોજનાઅો અંતરીયાળ વિસ્તારોમાં અસરકાર રીતે લાગુ થઇ રહી નથી. જેમ કે અગરીયા અને માછીમાર સમુદાયના બાળકો અભેયાસથી વંચિત ન રઈ જાય તે માટે રાજ્ય સરકારે નવતર પહેલ શરૂ કરી બસમાં રણ શાળા શરૂ કરી હતી. વાહન વ્યવહાર નિગમે જે બસો ભંગારમાં કાઢી હતી તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી મોડીફાઈ કરાઇ હતી.
બસમાં સોલાર પેનલથી ચાલતા પંખા, એલસીડી જેવી અનેક સુવિધા ઉપલધ કરાવીને ગુજરાત અલગ અગલ વિસ્તારમાં મોકલાવામાં આવી હતી. તેમાંથી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામે ત્રણ બસો કાંઠા વિસ્તારમાં મુકવા આવી હતી. રણ વિસ્તારમાં ત્રણેક સ્થળોઅે અા બસો શિક્ષણ માટે રાખવામાં અાવી હતી. તેમાં અંદાજે 50 જેટલાં બાળકો અભ્યાસ કરતા હતા પણ શિક્ષણ તંત્રના ઉદાસીન વલણના લીધે હવે અા બસો ભંગાર બની ગઇ છે. અને બાળકો દોઢ વર્ષ સુધી અભ્યાસથી વંચિત છે. અા બસોમાં મોટાપાયે નુકસાન થયું છે. અને કેટલીક સામગ્રી ગાયબ થઇ ગઇ છે.
કોઇઅે સંતોષજનક જવાબ ન અાપ્યો
ભંગાર થયેલી બસો અને બાળકોના શિક્ષણ અંગે જવાબદાર સીઅારસી કુલદીપસિંહ જાડેજાને પૂછતા તેઅો કોઇ સંતોષજનકને બદલે ઉડાઉ જવાબ અાપી દીધો હતો. તો તેમના ઉચ્ચ અધિકારી અધિકારી વિનોદભાઈ પાંડેય સાથે વાત કરતા તેમને જણાવ્યું હતુ કે કોઈ પણ અધિકારીને ઉડાવ જવાબ ન આપવો જોઈએ. તો અેસઅારસીના જિલ્લાના અધિકારી ગોવિંદભાઇ દેસાઈને બસ વિશે વાત કરતા તેમણે જવબદારીમાંથી છટકવા માટે જંગી પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાત કરવા કહી દીધું હતું. તો શાળાના આચાર્ય ભરતભાઈ ભુરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અા બસો ફકત અમારી શાળાના ગ્રાઉન્ડમાં રાખી ગયા છે. અને બસમાં નુકસાન કે શું સામગ્રી છે તેની કોઇ જાણકારી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.