નુકસાની વેઠી:એક જ પ્રકારના વિકાસ કામના એકથી વધુ ટેન્ડર મંગાવી, જુદા જુદા ભાવ મંજુર કરી નુકસાની વેઠી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • cસ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ ખર્ચ સામે સવાલો કરતાં હકીકત આવી બહાર નક્કર કાર્યવાહી નહીં
  • જિલ્લા પંચાયતે શિક્ષણ ઉપકરમાંથી શહેરની 64 પંચાયતી પ્રાથમિક શાળામાં

જિલ્લા પંચાયતે શિક્ષણ ઉપકરની ગ્રાન્ટમાંથી શહેરની 64 પંચાયતી પ્રાથમિક શાળાના વિકાસ કામો માટે સર્વ શિક્ષા અભિયાનને રકમ ફાળવી નિયમ ભંગ કર્યા ઉપરાંત અેક જ પ્રકારના કામના અેકથી વધુ ટેન્ડર મંગાવ્યા હતા અને દરેકના જુદા જુદા ભાવ મંજુર રાખી નુકસાની વેઠી છે. અેવી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અોડિટ નોંધ મૂક્યા બાદ વસુલાતપાત્ર રકમ 41 લાખ 59 હજાર 302 રૂપિયા અને વાંધા હેઠળ 2 કરોડ 95 લાખ 72 હજાર 851 રૂપિયા મળીને કુલ 3 કરોડ 37 લાખ 32 હજાર 153 રૂપિયા રકમ બતાવાઈ છે. પરંતુ, તપાસ યોજી નક્કર કાર્યવાહી કરાઈ નથી.

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે ખર્ચ સામે સવાલો કરતા નોંધ્યું છે કે, શિક્ષણ ઉપકરની રકમમાંથી જિલ્લાના પાંચ શહેરોની 64 પ્રાથમિક શાળામાં રૂમ રિપેરિંગ, પેવર બ્લોક, શેડ, કમ્પાઉન્ડ વોલ અને વોટર ટેન્કના કામો કરાવવાના થતા હતા. તેના અેક જ પેકેજ નિયત ન કરવાને બદલે પાંચ જુદા જુદા પેકેજ તૈયાર કરવામાં અાવ્યા છે. તેમાં પેકેજ-1માં રાપર, ભચાઉ, ગાંધીધામ, પેકેજ-2માં ભુજ, પેકેજ-3માં ભુજ, પેકેજ-4માં ગાંધીધામ અને પેકેજ-5માં ભુજ-માંડવીની શાળાઅોનો સમાવેશ કરાયો છે.

અામ, જિલ્લાના શહેરી વિસ્તાર દિઠ પેકેજ ન બનાવવા અંગે ખરાઈ કરાઈ નથી. વળી 64 શાળાના કામો માટે વહીવટી મંજુરી અને તાંત્રિક મંજુરી અેક જ લેવામાં અાવેલા તેના ટેન્ડર અેક જ બહાર પાડવાને બદલે અલગ અલગ પેકેજ બનાવીને બહાર પાડવામાં અાવેલા હોઈ કેન્દ્રિત ટેન્ડર બહાર ન પાડવા ખરાઈ કરાવાઈ નથી. ઉપરાંત પાંચ શહેરી વિસ્તાર પૈકી ભુજ શહેરની શાળાને ત્રણ અલગ અલગ પેકેજમાં સામેલ કરવાથી સાૈથી વધારે નીચા ભાવો 15.66 ટકાનો લાભ મળ્યો નથી. તેની પણ ખરાઈ થવી જોઈઅે. અેક જ કામના અલગ અલગ પેકેજ કરવાથી સંસ્થાને ભાવ તફાવતનું નુકસાન થયું છે.

એકથી વધુ ટેન્ટરના ભાવ તફાવતથી થયું નુકસાન
- પેકેજ-1માં 11.66 ટકા લેખે નીચા ભાવ રૂપિયા 5562846 હતા. જે 15.66 ટકા લેખે રૂપિયા 5310964 થાય. જેથી રૂપિયા 251882ના વધારે ભાવ અાવ્યા હતા.
- પેકેજ-4માં 12.65 ટકા લેખે નીચા ભાવ રૂપિયા 7573008 હતો. જે 15.66 ટકા લેખે રૂપિયા 7312048 થાય. જેથી રૂપિયા 260960ના વધારે ભાવ અાવ્યા છે.
- પેકેજ-5માં 12.51 ટકા લેખે નીચા ભાવ રૂપિયા 5242203 હતા. જે 15.66 ટકા લેખે રૂપિયા 5053462 થાય. જેથી રૂપિયા 188740ના વધારે ભાવ અાવ્યા છે.
- ટૂંકમાં પેકેજ-1, 4 અને 5 સાથે પેકેજ-2 અને 3ના સંયુક્ત રીતે ટેન્ડર બહાર પાડવામાં અાવ્યા હોય તેવા કિસ્સામાં 15.66 ટકા નીચા ભાવના ભાવ મળવાપાત્ર રહે. જેથી અાવેલા ટેન્ડર રકમ રૂપિયા 28046625ના બદલે રૂપિયા 701582 વધારે નીચું અાવત અને રૂપિયા 27345043 ટેન્ડર રકમ થાય. જેથી સંયુક્ત ટેન્ડર ન કરવા અંગે ઊંચી રકમ અાવવા બદલ ખરાઈ કરાવેલી નથી.

અન્ય સમાચારો પણ છે...