ચોરી:ઐડામાં બે પવન ચક્કીમાંથી 17 હજારનો કેબલ ચોરાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટમાંથી 5500 ની મશીનરી ચોરાઈ

અબડાસાના ઐડા ગામની સીમમાં બે પવનચક્કી પરથી કોઈ અજાણ્યા ચોર ઇસમે કુલ 17 હજારની કિમતના 170 મીટર કેબલ વાયરની ચોરી કરી હતી.તો અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટમાંથી વેલ્ડીંગ મશીન સહીત 5500 ની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાયોર પોલીસ મથકે વાડાપદ્ધર ગામના કિરીટસિંહ ટપુભા જાડેજાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોધાવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ ઐડા ગામમાં આવેલ પવનચક્કી નંબર 142 પરથી રૂપિયા 13 હજારની કિમતના 130 મીટર અને પવનચક્કી નંબર 258 પરથી રૂપિયા 4 હજારની કિમતના 40 મીટર કેબલ વાયરની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો. તો વાડાપદ્ધર ગામના પ્રતાપસિંહ કેણજી પઢીયારે ફરિયાદ નોધાવતા જણવ્યું કે વાયોરમાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટમાં રાખેલ રૂપિયા 5500 ની કિમતના જુનો વેલ્ડીંગ મશીન અને બે ગ્રાઇન્ડર મશીન કોઈ અજાણ્યો ચોર ઇસમ ઉઠાવી ગયો હતો.બનાવને પગલે વાયોર પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...