મેળામાં વરસાદથી ખલેલ:કચ્છના મોટા યક્ષના મેળામાં વરસાદ વેરી બનતા ધંધાર્થીઓને આર્થિક નુકસાન પહોંચ્યું

કચ્છ (ભુજ )17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત મોડી રાત્રે પડેલા વરસાદ બાદ મેળાના રંગમાં ભંગ પડ્યો
  • ખાનગી વાહનોએ મુસાફર પાસેથી વધુ ભાડા વસુલયા

હવામાન વિભાગ દ્વારા અપાયેલી વરસાદની આગાહી વચ્ચે ગત મોડી રાત્રે નખત્રાણા તાલુકાના દેવપર નજીક ભરાયેલા યક્ષ બૌતેરના મેળામાં પાણી ફરી વળતા મેળાના રંગમાં ભંગ પડ્યો છે. કચ્છના મીની તરણેતર સમાન ગણાતા મોટા યક્ષના મેળામાં ગતરાત્રિ એ અને આજે બપોરે વરસાદી ઝાપટાના કારણે મેળાની રંગત થોડા સમય માટે બગડી હતી. પણ સહેલાણીઓ જાણે વરસાદી માહોલ વચ્ચે પણ મેળાને મન ભરીને માણી લેવાના મૂડમાં વરસાદને અવગણીને મેળો મહાલતા જોવા મળ્યા હતા. પરંતુ વરસાદના કારણે મેળાની રંગત બગડી જવા પામી હતી. મેળામાં વરસાદ વેરી બનતા ખરા રૂપમાં ભરાયેલા મેળામાં વ્યાપાર કરવા આવેલા ધંધાર્થીઓને આર્થિક નુકશાની સહન કરવી પડી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્ટોલ ધરકો મુશ્કેલીમાં મુકાયા હતા
આ વિશે સામે આવેલી માહિતી મુજબ રાત્રે પડેલા વરસાદ બાદ સહેલાણી સલામત સ્થળે આશરો લેતા જોવા મળ્યા હતા. અન્ય લોકોએ હાથ લાગ્યા વાહનોથી પોતાના ગામ ઘર તરફ જવાનો માર્ગ પકડી લેતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાત્રે વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયાઓ સર્જાઈ ગયા હતા . અને સ્ટોલ ધારકો તેમજ સહેલાણીઓની મુશ્કેલીઓ વધી હતી.

વરસાદે મેળામાં ખલેલ પહોંચાડી
નીચાણ વાળા સ્ટોલોમાં પાણી ઘૂસી જતા, સ્ટોલ ધારકો પાણી કાઢવામાં વ્યસ્ત હતા. અને અમુક જગ્યાએ ટ્રેક્ટર ભરીને માટી કપચી ઠાલવવામાં આવી હતી.ચગડોળ તરફ જતા એક બાજુનો રસ્તો વરસાદી પાણીના કારણે સદંતર બંધ થઈ ગયો હતો.​​​રાજસ્થાનથી વેપાર કરવા આવતા એક વેપારીએ જણાવ્યું હતું કે, કાચો માલ અહીં લઈ આવીએ છીએ અને તે રોલ મટીરીયલમાંથી ઢોલ બનાવી અહીં વેચવામાં આવે છે. પણ વરસાદી ઝાપટાના કારણે માલને ભારે નુકશાન થયું છે. ખાણીપીણીની લારીવાળા તેમજ સ્ટોલ ધારકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હતી. વરસાદી ઝાપટા પુરા થાય કે તરત જ સહેલાણીઓ ફરી મેળામાં આવતા જાય છે. ખાનગી વાહનોએ મેળાનો માહોલ જોઈને રોજના ભાડા કરતા દોઢ ગણા ભાડા વસુલતા હોવાના આક્ષેપો મુસાફરીએ કર્યા હતા. અલબત્ત વરસાદે બે વર્ષ બાદ ખરા રૂપમાં જામેલા મેળામાં ખલેલ પહોંચાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...