દિવસે દિવસે પેસેન્જર વાહનો વધી રહ્યા છે. હાલ પ્રવાસન ઋતુ પૂરજોશમાં છે, જેને કારણે ભુજમાં જોવાલાયક સ્થળોએ જવા માટે પેસેન્જર છકડા રીક્ષામાં જતા પ્રવાસીઓને 15 થી 16 જેટલી સંખ્યામાં ખીચોખીચ ભરીને નીકળે છે.
બસમાં ભુજ આવતા મુસાફરો કે શહેર જવા માટે નજીક પડતા પોઇન્ટ એવા ટાઉનહોલ સર્કલ પાસે બસ સ્ટોપ બની ગયું છે, ત્યાં ઉતરે છે અને શહેર જવા માટે રીક્ષા ભાડે કરે છે. ટાઉનહોલની સામે અને મોટા બંધ પાસેની જગ્યામાં પંદરથી વધુ રીક્ષાઓ ઊભે છે. જે ખરેખર રિક્ષા સ્ટેન્ડ તરીકે જાહેર થયેલું નથી.
તે ઉપરાંત બસ આવતા જ આજુબાજુથી પણ છકડાઓ તેને ઘેરી વડે છે જે સર્કલ પાસેથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે ક્યારેક અકસ્માત નોતરે તેવી શક્યતા છે. પોલીસવડાની કચેરી, ન્યાયાલય અને કલેક્ટર કચેરી સામે જ આ અવ્યવસ્થા ઉપર ખરેખર તંત્ર કોઈ ટ્રાફિક શાખાના કર્મચારીને ફરજ સોંપી સુચારુ આયોજન કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.