મહિલાએ દમ તોડ્યો:મોટા સરાડામાં દાઝેલી મહિલાનું સારવારમાં મોત

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનકુવામાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી મોત વ્હાલું કર્યું

ખાવડા નજીક આવેલ મોટાસરાડા ગામે ગત મહીને રસોઈ બનાવતી વખતે તણખલું ઉડતા દાઝેલી 25 વર્ષીય મહિલાએ ભુજની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. તો માનકુવાના 80 વર્ષીય વૃધ્ધાએ પોતાની અને તેમના પતિની લાંબા સમયની બીમારીથી કંટાળી એસીડ પી મોતને વ્હાલું કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટાસરાડા ગામની કરમીયાણી ગુલામહુશેન ઉર્ફે ગુલ્લુ જત ગત મહીને રસોઈ બનાવતા સમયે લાકડાના ચુલામાંથી તણખલું ઉડતા દાઝી ગયેલ હતી.ગંભીર રીતે દાઝેલી મહિલાને પ્રથમ ખાવડા ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યાં લાંબી સારવાર બાદ મહિલાએ દમ તોડ્યો હતો.બનાવને પગલે ખવડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટનામાં માનકુવાના બાવલવાડીમાં રહેતા કુંવરબાઈ નાનજીભાઈ વરસાણી લાંબા સમયથી બીમાર હતા.તેમના પતિ નાનજીભાઈ વરસાણી પણ બીમાર પડેલ હોઈ વૃધ્ધાએ જીવનથી કંટાળી એસીડ પી લીધું હતું.જેમને સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કાર્ય હતા.માનકુવા પોલીસે એડીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...