ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્ત:અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પેકેટ પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજા સાથે ધોવાઈ ગયા હોય અને ભારતીય કિનારે પહોંચ્યા હોવાનું અનુમાન
  • પેકેટના પેકેજિંગ પર 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા' લખેલું
  • પેકેટ પર ‘કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા’ નું લખાણ અને બાજુમાં તેમાંથી મળેલું ચરસ દેખાય છે
  • અઠવાડિયા બાદ ફરી એકવાર જખૌ વિસ્તારમાંથી મળ્યું બિનવારસુ કેફી દ્રવ્ય

અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમને ચરસના 10 પેકેટ મળી આવ્યાં હતા. જખૌના કરમથા દરિયા કિનારેથી BSFને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યાં હતા. આજે રવિવારે આશરે 10.30 કલાકે, BSF ભુજની એક પેટ્રોલિંગ ટીમે સરહદી જખૌના દરિયા કિનારે આવેલા કરમથાના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.

આ ઝડપાયેલા પેકેટના પેકેજિંગ પર 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા' લખેલું છે. અગાઉ પણ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સે જખૌ કોસ્ટ અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટો જપ્ત કર્યા છે.

છેલ્લા બે વર્ષમાં 1516 પેકેટો રિકવર કરવામાં આવ્યાં

સલામતી દળની સત્તાવાર યાદી અનુસાર બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજા સાથે ધોવાઈ ગયા હોય અને ભારતીય કિનારે પહોંચ્યા હોય તેવું લાગે છે. 20મી મે 2020થી BSF અને અન્ય એજન્સીઓ દ્વારા 1516 પેકેટો રિકવર કરવામાં આવ્યા હોવાનું BSF ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...