દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સમયાંતરે પાકિસ્તાની ઘૂસણખોર, માછીમારી બોટ અને બિનવારસી હાલતમાં ચરસના પેક્ટ મળવાની ઘટના બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સતર્ક BSFના જવાનોએ દેશની સિમાં અંદર ઘૂસી આવેલા 3 પાકિસ્તાનીઓને સર્ચ ઓપરેશન દરમ્યાન એક બોટ સાથે ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલ રવિવારની સાંજે હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ઘૂસણખોરીની આ ઘટનાને નિષફળ બનાવી છે. પકડાયેલા આરોપીઓને લખપતના દયાપર પોલીસ મથકે લાવવામાં આવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે.
પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના સંવેદનશીલ દરિયાઈ ક્રિક વિસ્તાર હરામીનાળા વિસ્તારમાં ફરી એક વખત પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયા હોવાની ઘટના પટકાશમાં આવી છે. ગત સમી સાંજે BSFના જવાનોએ એક માછીમારી બોટ સાથે ત્રણ પાક આરોપીને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. બે માસ પૂર્વે 10 ઓક્ટોમ્બરના સલામતી દળના જવાનોએ ક્રિક વિસ્તારમાં ભારે શોધખોળ આદરી છુપાયેલા બે પાકિસ્તાનીને ઝડપી લીધા હતા. તો આ ઘટનાના બે દિવસ પૂર્વે કચ્છના સમુન્દ્રી એરિયામાંથી કોસ્ટગાર્ડ અને ATS ના સંયુક્ત ઓપરેશન દરમ્યાન 350 કરોડનું દ્રગ્સ અને પાક બોટ સાથે 6 ચંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના બાદ આજે ફરી એક વખત કચ્છની સીમાએ નાપાક ચેષ્ટા સિમાં સુરક્ષા દળના જવાનોએ ઝડપી પાડી છે.પકડાયેલા માછીમારોમાં 25 વર્ષીય અલીઅસગર લાલખાન , 27 વર્ષીય જાનમોહમદ લાલખાન અને 22 વર્ષીય બિલાલબલ ખામીશા ત્રણેય આરોપી પાકિસ્તાનના ઝીરો પોઇન્ટ ગામના રહેવાસી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.