ચરસ મળવાનો સિલસિલો યથાવત:કચ્છના લખપતના કોટેશ્વર દરિયાઈ વિસ્તારમાં લક્કી નાળા પાસેથી BSFને ચરસના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા

કચ્છ (ભુજ )17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ દરિયાકાંઠેથી લાંબા સમયથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે

દેશ અને રાજ્યની પશ્ચિમ સરહદે આંતરરાષ્ટ્રીય સીમા પરના કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે શનિવારે સીમા સુરક્ષા દળના જવાનોને લખપતના કોટેશ્વર દરિયાઈ વિસ્તારના લક્કીનાળા પાસેથી વધુ 10 પેકેટ ચરસના બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. માદક પદાર્થના પેકેટને BSFએ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. જોકે કચ્છની દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સમયાંતરે મળતા ચરસના પેકેટને લઈ સુરક્ષા એજનસીઓ વધુ સતર્ક બની ગઈ છે.

વારંવાર બિનવારસી હાલતમાં ચરસ મળે છે
જિલ્લાની છેવાડે આવેલા સરહદી લખપત અને અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષ દરમ્યાન આ પ્રકારના ચરસના પેકેટ મળવાની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પણ સીમા સુરક્ષા દળના જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન વધુ 10 પેકેટ ચરસના મળી આવ્યા હતા. જેને લઈ હજુ વધુ પેકેટ પડ્યા હોવાની સંભાવનાને પગલે સલામતી દળે તપાસ ચાલુ રાખી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...