બિનવારસી હાલતમાં પેકેટ મળ્યાં:લખપતના દરિયાઈ ઇબ્રાહિમ પીર બેટ પરથી BSFને ચરસના જુના 2 પેકેટ મળ્યાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી રહ્યાનો સિલસિલો યથાવત
  • BSFએ પેકેટને હસ્તગત કરી નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવશે

સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી રહ્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શુક્રવારે લખપત તાલુકાના ગુનાઉ નજીકના દરિયાઈ ક્રિક વિસ્તારમાં આવેલા ઇબ્રાહિમ પીર બેટ પરથી કચ્છ BSFને પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 2 પેકેટ મળી આવ્યા હતા. આજે બપોરના અરસામાં આ પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જે ખુબજ જુના હોવાનું તેની સ્થિતિ પરથી જણાઈ આવતું હતું. જોકે, સતત મળી રહેલા ચરસના પેક્ટ મામલે સલામતી દળ વધુ સઘન બની તપાસ કરી રહ્યાનું જાણવા મળ્યું હતું.

BSFને મળી આવેલા માદક પદાર્થના પેકેટને હસ્તગત કરી નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવશે એવું સ્થાનિક નયન જોશીએ જણાવ્યું હતું. અલબત્ત કચ્છના દરિયાઈ વિસ્તારમાં મળી રહેલા ચરસના પેકેટથી સલામતી દળો દ્વારા ક્રિક વિસ્તારમાં વધુ તપાસ સાથે સતર્ક બન્યા છે. બે દિવસ પૂર્વે તા. 18ના રોજ મળી આવેલા પેકેટ કરતા આજે મળેલા પેકેટ બિલકુલ અલગ પ્રકારની પેકિંગ હોવાનું અને ઘણા સમયથી પડતર હોય એવું જણાઈ આવ્યું હતું.

કચ્છની સાગર સીમાએ ચાલુ મહિનામાં કેફી દ્રવ્યના 7 વાર પેકેટ મળી આવ્યા
છેલ્લા 1 વર્ષથી અબડાસા અને લખપત વિસ્તારમાં આવતા સરહદી ક્રિક અને બેટ પરથી ડ્રગ્સના બિનવારસુ પેકેટ મળી આવે છે જેમાં અત્યારસુધી બીએસએફની ટીમે જ 1500 જેટલા પેકેટ શોધ્યા છે આ ઉપરાંત કોસ્ટગાર્ડ, નેવી,સ્ટેટ આઈબી,મરીન આઈબી અને સ્થાનિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ચાલુ માસમાં દરિયામાં પેકેટ મળવાની 7 વાર મુવમેન્ટ થઈ છે જેમાં 3 તારીખે કડુલી બીચ પાસેથી મરીન કમાન્ડોને 10 પેકેટ મળી આવ્યા હતા તો બીજા દિવસે 4 તારીખે બીએસએફની ટીમે કુંડીબેટ પાસેથી 8 પેકેટ,6 તારીખે ઇબ્રાહિમશા પીર પાસેથી 2 પેકેટ,13 તારીખે મોટાપીર પાસેથી નેવી અને ભુજ એસઓજીએ 2 પેકેટ જ્યારે 18 મીના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી નેવી અને બીએસએફને 8 ચરસના પેકેટ મળ્યા બાદ આજે પણ બે સ્થળોએથી કેફીદ્રવ્ય મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...