પરીક્ષાનું પરિણામ:B.sc સેમ-5નું 79.64, BA સેમ-3 નું 43.25 ટકા પરિણામ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા
  • છાત્રોને ઉચ્ચશિક્ષણ તરફ રસ વધુ,કલામાં રસ ઘટ્યો

ક્રાંતિગુરૂ શ્યામજી ક્રુષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં વિજ્ઞાનમાં 79.64 ટકા અને વિનિયનમાં 43.25 ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં વધુ રસ હોવાની પ્રતિતી થઈ છે.

યુનિવર્સિટી દ્વારા અપાયેલી વિગતો મુજબ, નવેમ્બર-ડીસેમ્બરમાં ટીવાય B.sc સેમેસ્ટર 5 ની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં 447 વિદ્યાર્થીઓ પૈકી 356 પાસ થઈ જતા 79.64 ટકા પરિણામ જાહેર થયું છે.જ્યારે 91 ને એટીકેટી આવી હતી.એ ગ્રેડમાં 138 છાત્ર પસંદગી પામ્યા છે.જ્યારે A+માં 74,B ગ્રેડમાં 34,B+માં 94 અને C ગ્રેડમાં 16 છાત્ર પસંદગી પામ્યા છે.

તો બીજીતરફ બીએના અભ્યાસક્રમમાં ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપનારા 3004 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા છે.જેમાં 1303 જ પાસ થતા 43.25 ટકા રિઝલ્ટ જાહેર થયું છે.પાસ થનારા પૈકી 1536 છાત્રને એટીકેટી આવી છે.

165 વિદ્યાર્થીઓ તો આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.એ ગ્રેડમાં 331,A+માં 15,B ગ્રેડમાં 290,B+માં 667 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે.વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...