તપાસ:સ્ટેશન રોડ પર દુકાનનું શટર તોડી 25 હજારના નળની ચોરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્યુઝ કાઢી લાઇટ બંધ કરીને તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ

ભુજના સ્ટેશન રોડ પર આવેલી પીટી ગુરનાની એન્ડ કંપની નામની દુકાનના પાછળના શટરનું લોક તોડી કોઇ અજાણ્યા શખ્સઓ રૂપિયા 25 હજારની કિંમતના 80નળની ચોરી કરી જતાં વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભુજના વિજયનગરમાં રહેતા અને સ્ટેશન રોડ પર પીટી ગુરનાની એન્ડ કંપનીના નામે બિલ્ડીંગ મટેરીયલના માલ સામાનનો વેપાર કરતા પ્રકાસભાઇ દયાલભાઇ ગુરનાનીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ બુધવારે રાત્રીના દસ વાગ્યાથી ગુરૂવારની સવાર દરમિયાન બન્યો હતો.

ફરિયાદી વેપારી રાત્રીના દુકાન વધાવ્યા બાદ ઘરે આવ્યા હતા. અને મોબાઇલનું ચાર્જર દુકાનમાં ભુલી ગયા હોવાથી પરત દુકાને ગયા હતા. અને દુકાનના પાછળના ભાગે આવેલા શટરને ખોલી મોબાઇલ ચાર્જ લઇ દુકાનનું શટર બંધ કરીને ઘરે આવી ગયા હતા. દરમિયાન સવારે તેમની દુકાનમાં કામ કરતા માણશે દુકાનમાં ચોરી થયાની જાણ કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

કોઇ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનનું પાછળનું શટર તોડી ફ્યુઝ કાઢીને લાઇટ ઓફ કર્યા બાદ દુકાનમાં પડેલા અને રિપ્લેશ મેન્ટ માટે આવેલા રૂપિયા 22 ,500ની કિંમતના 80 નળ તેમજ અન્ય ચાર નળ તેમજ સ્પેરટાર્ટની ચોરી કરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...