ચૂંટણી માહોલ જામ્યો:ભુજ બેઠકના ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોએ વિકાસના કાર્યોની નેમ સાથે બાંયો ચઢાવી

કચ્છ (ભુજ )18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ સામે કોંગ્રેસના દિગગજ અને માધપરના ઉપ સરપંચ વચ્ચે સીધો જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કચ્છમાં પણ ચૂંટણીના માહોલથી રાજકીય રંગ જામી રહ્યો છે. જિલ્લાની છ બેઠક પૈકી આજે ભુજ મત વિસ્તારની બેઠક માટે ભાજપ દ્વારા વર્તમાન જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યને પડતા મુકાયા છે.તો કોંગ્રેસ દ્વારા માધાપર ગામના ઉપ ઉપસરપંચ અને દિગ્ગજ નેતા અરજણ ભુડિયા ઉપર ભરોસો મુકવામાં આવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રમેશ પિંડોરિયાને તક આપી છે. રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોએ આજથીજ દેવ દર્શન અને પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરું દેતા વડું મથક ચૂંટણી માહોલના રંગે રંગાયું હતું.

સત્તાપક્ષ ભાજપ દ્વારા ભુજ બેઠક માટે પાટીદાર સમાજના અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે આજે પૂર્વ ધારાસભ્ય વાસણભાઇ આહીર સહિતના પક્ષના આગેવાનો સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ વહીવટી કચેરી ખાતે વાજતે ગાજતે રાજુ કર્યું હતું. આ વેળાએ કેશુભાઈએ અટકેલા વિકાસના કામોને આગળ વધવાની વાત કરી હતી.

બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજ બેઠકમાં મહત્વનો ભાગ ભજવતા લેઉવા પટેલ સમાજના અને છેલ્લા 20 વર્ષથી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં ઉચ્ચ પદે રહેલા વર્તમાન સરપંચ પતિ એવા ઉપ સરપંચ અરજણ દેવજી ભુડિયાના નામની જાહેરાત થતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જમવાની સ્થિતિ સર્જાવાની ધારણા દેખાઈ રહી છે. અરજણ ભુડિયાએ પક્ષ દ્વારા પોતાના નામની જાહેરાત કરવામાં આવતા પ્રથમ નૂતન સ્વામિનારાયણ મંદિર અને આશાપુરા મંદિરના દર્શન કરી લોક સંપર્ક શરૂ કરી દીધો છે. તેમણે માધાપર ગામના વિકાશ મોડેલ ને આગળ ધરી ભુજ મત વિસ્તારને પ્રગતિના પંથે લઈ જવાનો કોલ વ્યક્ત કર્યો હતો. આપના રમેશ પિંડોરિયા પણ ચૂંટણી જંગ જીતવા કમર કસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...