ભુજ શહેરમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે.ઘરફોડ અને બાઇકચોરી સાથે તસ્કરો હવે સરકારી બોલેરો ગાડી ચોરી ગયા હોવાનો મામલો બન્યો છે.પૂર્વ કચ્છ વનવિભાગના મદદનીશ વન સંરક્ષકની બોલેરો ચોરાઈ ગઈ છે.
ફરિયાદી ઘનશ્યામનગર ઘાસવંડીમાં રહેતા ચેતનકુમાર શંકરભાઈ પટેલે શહેર એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું કે,તેઓ છેલ્લા દોઢ વર્ષથી કચ્છ પૂર્વ વનવિભાગના ઇન્ચાર્જ મદદનીશ વનસંરક્ષક તરીકે ભુજ ખાતે ફરજ બજાવે છે અને સરકાર તરફથી બોલેરો ગાડી નંબર જીજે 12 જીએ 0152 ગાડી ફાળવવામાં આવી છે.સોમવારે સવારે છ કલાકે રાજકોટ એ.જી. કચેરી જવાનું હોઇ એકાઉન્ટ રઘુભાઈ ચૌધરી અને ડ્રાઇવર રાકેશ સોલંકી સાથે રાજકોટથી કામ પતાવી સાંજે ડિવિઝન કચેરીએ પરત આવી સાત વાગ્યાની આસપાસ ઘાસવંડી પાર્કિંગ શેડ પાસે ગાડી પાર્ક કરી હતી.
દરમિયાન મંગળવારે સવારે જોતા બોલેરો ગાડી જોવા મળી હતી નહીં જેથી ડ્રાઇવરને ફોન કરી પૂછપરછ કરતા તેણે ગાડી ન લીધી હોવાનું કહ્યું હતું.જેથી વન વિભાગના અન્ય ડ્રાઇવરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી જોકે કોઈએ ગાડી લીધી ન હતી જેથી 2.67 લાખની સરકારી મહેન્દ્રા બોલેરો ચોરાઈ હોવાનું જણાઈ આવતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.