ભૂજ શહેરના હમીરસર તળાવમાં રાજેન્દ્ર બાગ પાસેના પુલ નજીકથી આજે રવિવારે બપોરે 20 વર્ષીય દિપક રમેશ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક ધોરણે હતભાગી યુવકનું તળાવના પાણીમાં ડુબીને મૃત્યુ થયું હોવાનું તારણ સામે આવ્યું હતું. જેના સબને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર લાવવામાં આવતા , શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની નોંધ લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના હમીરસર તળાવમાં રાજેન્દ્ર બાગ પાસેના પુલ નજીક હતભાગી યુવકનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળતા, તેની જાણ સ્થાનિક લોકોએ તંત્રને કરતા સુધારાઈ હસ્તકની ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર લાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ફાયર ટીમના રવિરાજ ગઢવી, રફીક ખલિફા, વાઘજી રબારી, પિયુષ સોલંકી વગેરે જોડાયા હતા. બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.