ભૂજ શહેરના હમીરસર તળાવમાં આજે પરોઢે 4 વાગ્યે અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જેથી સુધારાઈ હસ્તેની ફાયર ટીમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવના પગલે ભૂજ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક 30 થી 35 વર્ષની ઉંમરનો અને મધ્યમ બાંધાનો હોવાનું પોલીસ યાદીમાં જણાવાયું હતું. આગળની તપાસ પીએસઆઇ વણકરે હાથ ધરી છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
શહેરના હમીરસર તળાવમાં ગત તા. 8 ના પણ એક યુવકનો શબ પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે બીજા સપ્તાહે ફરી અન્ય બીજા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી છે. પાણીની સપાટી પર દેખાયેલા યુવકના શબને બહાર લાવવાની કામગીરીમાં ફાયર વિભાગના મામદ જત, જગદીશ દનીચા, રમેશ ગાગલ, સોહમ ગોસ્વામી અને પ્રતિક મકવાણા જોડાયા હતા. એ ડિવિઝન પોલીસે હાલ પ્રાથમિક તપાસના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.