માંગણી:કચ્છમાં જાહેરાતના 8 હોર્ડિંગ ન હટાવવા ભાજપે મંજૂરી માંગી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ અને ગાંધીધામમાં ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાર માટે

સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની અાચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેથી મંજુરી વિના લાગેલા રાજકીય પ્રચાર પ્રસારના હોર્ડિંગ હટાવવાના હોય છે. પરંતુ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અેકમે સમગ્ર રાજ્યમાં હોર્ડિંગ્સ લગાડવા અમદાવાદની અેજન્સી સાથે કરાર કર્યો છે, જેથી ભુજ શહેરમાં 6 અને ગાંધીધામમાં 2 હોર્ડિંગ ન હટાવવા કલેકટર પાસે મંજુરી માંગી હતી.

કચ્છ કલેકટરને ભાજપ ગુજરાત પ્રદેશના સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગે પત્ર લખી જણાવ્યું હતું કે, અમદાવાદની મે. અજીત અેડસ સાથે વિધાનસભાની ચૂંટણી 2022 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જાહેરાતના હોર્ડિંગ્સ લગાડવા માટેનો કરાર કર્યો છે.

જે અનુસાર અમદાવાદની અેજન્સીઅે કચ્છ જિલ્લાના શહેરોમાં હોર્ડિંગ્સ લગાડવાનો પેટા કોન્ટ્રાકટ મે. શ્રી પબ્લિસિટીને અાપ્યો છે, જેમાં હાલ ભુજ શહેરમાં 6 અને ગાંધીધામમાં 2 હોર્ડિંગ્સ લગાડવામાં અાવ્યા છે. જેને મંજુરી અાપવામાં અાવે. જે બાબતે ભુજ નગરપાલિકાના હેડ કલાર્ક હિતેન્દ્રસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હોર્ડિંગ્સ હટાવતી વખતે અમને મંજુરીવાળા હોર્ડિંગ્સ ન હટાવવા સૂચના હોય છે.

અન્ય સમાચારો પણ છે...