ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અેપીઅેમસી) અંજારની સામાન્ય ચૂંટણી 2023માં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે, જયારે કોંગ્રેસને હાર ખમવી પડી છે. અંજાર અેપીઅેમસીની સામાન્ય ચૂંટણી અન્વયે તા.4-3, શનિવારના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં અાવી હતી, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપ પ્રેરિત પેનલ દ્વારા 10 ઉમેદવારોને મેદાને ઉતારવામાં અાવ્યા હતા,
જયારે કોંગ્રેસે માત્ર 2 જ મુરતિયાને ઉભા રાખ્યા હતા તે જ રીતે વેપારી વિભાગની 4 બેઠકો પર ભાજપે 4 ઉમેદવારો જયારે કોંગ્રેસે માત્ર 1 ઉમેદવારને ઉતાર્યો હતો. તા.4-3ના મતદાન હાથ ધરાયું હતું, જેમાં અેપીઅેમસીમાં ખેડૂત વિભાગના નોંધાયેલા 1118માંથી 992 મતદારોઅે જયારે વેપારી વિભાગના નોંધાયેલા 47માંથી 47 મતદારોઅે મતદાન કર્યું હતું.
ખેડૂત વિભાગમાં ભાજપના વિજેતા ઉમેદવારોમાં રણધીર નથુભાઇ કોઠીવાર 845, રાઘુ રાજાભાઇ ડાંગર 803, નારણ બાબુભાઇ બાબરિયા 798, રવિ દેવદાનભાઇ મકવાણા 786, દુદા વાસણભાઇ બરારિયા 785, વેલજી અરજણ છાંગા 784, રાજેશ માદેવા માતા 783, ધના જેસંગભાઇ હેઠવાડિયા 741, અજીતસિંહ રેવુભા જાડેજા 686 અને મરૂભાઇ રીણાભાઇ રબારીને 657 મત મળ્યા હતા, જયારે વેપારી વિભાગમાં ભાજપના વિજેતા ઉમેદવારોમાં પ્રકાશચંદ્ર રતિલાલ લોદરિયા 47, મહેન્દ્ર રમણીકલાલ ત્રેવાડિયા 44, ગિરિશ દયાળજી ઠક્કર 42 અને ચંદ્રેશ રમણિકલાલ ઠક્કરને 34 મત મળ્યા હોવાનું ચૂંટણી અધિકારી અેમ.અેલ. અગરવાલે જણાવ્યું હતું.
અંજાર તાલુકામાં 90 % સહકારી મંડળીઓનો માત્ર રાજકીય હેતુ માટે ઉપયોગ
કોંગ્રેસના વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, અંજાર તાલુકામાં 90 % સહકારી મંડળીઓનો માત્ર રાજકીય હેતુ માટે ઉપયોગ કરાય છે. મૂળ પ્રવૃત્તિ ધિરાણ કે, ખેડૂતોને ફાયદો થાય એવું કોઈ કામ જ કરાતું નથી. અંજાર માર્કેટ યાર્ડ દ્વારા શાકમાર્કેટના ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર 40 કરોડના ખર્ચે શાકમાર્કેટ બનાવાઇ છે જે આજે ધૂળ ખાય છે.
હાલની અંજાર શાકમાર્કેટ તેમના ચેરમેનપદે બનાવાઇ હતી જેના બાંધકામનો ખર્ચ ખેડૂતો અને વેપારીઓએ ભોગવ્યો છે, જે ખાલી કરાવવા દબાણ કરાય છે, જેના કારણે જ નવી શાકમાર્કેટ ચાલુ થઇ શકી નથી. મોટાભાગની સહકારી મંડળીઓનું દફતર માત્ર ઓડીટ કરવા માટે જ અંજાર માર્કેટ યાર્ડમાં રાખી દેવાયું છે.
પરંતુ મંડળીઓના મતદારોને પણ ક્યારેય પણ વિશ્વાસમાં લેવામાં અાવ્યા નથી જેના કારણે જ આ ચૂંટણી કરવાની જરૂરિયાત પડી હતી. સહકારી મંડળીઓનો કોઈ રાજકીય બેનર હેઠળ ઉપયોગ થતો નથી પરંતુ જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી સહકારી સંસ્થાઓનું ભાજપીકરણ કરી દેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.