મતાધિકારનો ઉપયોગ:પટેલ ચોવીસીમાં સૌથી વધુ ભાજપને 33786 મત મળ્યા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ મત વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવાર પાછળ
  • કોંગ્રેસને 11100, AIMIMને 3629, આપને 2039

ભુજ વિધાનસભા મત વિસ્તારના 12 જેટલા પટેલ ચોવીસીના ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલને સાૈથી વધુ 33786 મત મળ્યા હતા. જ્યારે લેવા પટેલ ઉમેદવારોમાં કોંગ્રેસના અરજણભાઈ ભુડિયાને 11100 અને અામ અાદમી પાર્ટીના રાજેશ ભુડિયાને માત્ર 2039 મત મળ્યા હતા. અામ અાદમી પાર્ટી કરતા તો વધુ અોવૈસીની અે.અાઈ.અેમ.અાઈ.અેમ. પાર્ટીના શકીલ સમા 3629 મત મળ્યા હતા!

ભુજ વિધાનસભા મત વિસ્તારમાં પટેલ ચોવીસીના મીરજાપર, સુખપર, માનકુવા, ભારાસર, નારાણપર, ગોડપર, મેઘપર, કોડકી, ફોટડી, સામત્રા, દહીંસરા માધાપર સહિત 12 જેટલા ગામો છે, જેમાં કુલ 82258 જેટલા મતદારો છે, જેમાંથી 51810 જેટલા મતદારોઅે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અામ, કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીઅે લેવા પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા છતાં મતદાનમાં જોઈઅે અેવો ઉમળકો જોવા મળ્યો ન હતો. અેટલું જ નહીં પણ મત ગણતરી બાદ મળેલા પરિણામોમાંથી અે પણ સ્પષ્ટ થયું છે કે, લેવા પટેલ ઉમેદવારોને મત અાપવામાં પણ ઉમળકાનો અભાવ હતો.

કેમ કે, સાૈથી વધુ ભાજપના કડવા પટેલ ઉમેદવાર કેશુભાઈ પટેલને 33786, કોંગ્રેસના લેવા પટેલ ઉમેદવાર અરજણભાઈ પટેલને 11100, અામ અાદમી પાર્ટીના લેવા પટેલ ઉમેદવાર રાજેશ પિંડોરિયાને માત્ર 2039 મત મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...