મુલાકાત બાદ અટકળો:કચ્છની વિધાનસભાની 4 બેઠક માટે ભાજપને ખાતરી, જોકે 2માં કસોકસીની ભેદી દહેશત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદેશ મહામંત્રીએ પાણી પહેલા પાળ બાંધવા આંટો માર્યો
  • વડાપ્રધાનની કચ્છ મુલાકાત બાદ તરત જ આવતા અટકળો પણ થઈ

ગુજરાત રાજ્ય વિધાન સભાની ચૂંટણીની તારીખની જાહેરાતની સંભાવનાઅોને પગલે રાજકીય પક્ષોમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાનની કચ્છ મુલાકાત બાદ તરત જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરે અાંટો મારતા અટકળોઅે જોર પકડ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાની 6 બેઠકોમાંથી 4 ઉપર સરસાઈની ખાતરી અને 2 બેઠકો ઉપર રસાકસીની ભીતિથી અાવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી મંગળવારે અાવ્યા હતા.

જેના પગલે રાજકીય ક્ષેત્રે સંકળાયેલી વ્યક્તિઅોમાં જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. કેટલાકે તો અેવું પણ કહી દીધું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેરસભામાં લોકમેદનીની સંખ્યાથી પ્રધાનમંત્રીઅે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને અેના પગલે પ્રદેશ મહામંત્રી ધસી અાવ્યા હતા. પરંતુ, અે અટકળને નકારતા સૂત્રોઅે જણાવ્યું હતુંં કે, ભીડ તો ધારણા કરતા વધુ હતી, જેથી જિલ્લા અને પ્રદેશમાં અેવી કોઈ ચર્ચા થઈ નથી. વડાપ્રધાને પણ અે બાબતે નારાજગી વ્યક્ત કર્યાના હેવાલ નથી.

પરંતુ, કચ્છ જિલ્લામાં વિધાનસભાની ભુજ, માંડવી-મુન્દ્રા, અંજાર, ગાંધીધામ બેઠક ઉપર ભાજપને સરસાઈનો વિશ્વાસ છે. માત્ર અબડાસા અને રાપર બેઠક ઉપર કસોકસી થાય અેવી શક્યતા નજરે પાણી પહેલા પાળ બાંધવા પ્રદેશ મહામંત્રીઅે અાંટો માર્યો છે.

પ્રદેશ મહામંત્રી રત્નાકરની જવાબદારી અબડાસા અને રાપરની છે, જેથી તેઅો રાપર ઉપરાંત ભચાઉના કેટલાક વિસ્તારો અને લખપત તાલુકાના કાર્યકરોને મળીને સક્રિય કરવા બેઠકો જોતી હતી. અે સિવાય બીજો કોઈ કારણ ન હતું. જે હોય તે પણ અામ અાદમ પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઅો ચૂંટણીની દૃષ્ટિઅે દોડધામ શરૂ કર્યાની હકીકત નકારી નથી શકાતી.

અેજન્સીઅોએ સભામાં 1.50 લાખ લોકો ધાર્યા હતા પણ અઢીથી પોણા ત્રણ લાખ અાવ્યા હોવાનો અંદાજ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, અાઈ.બી. સહિતની અેજન્સીઅોઅે દોઢ લાખ લોકોની મેદની અેકઠી થશે અેવો રિપોર્ટ અાપ્યો હતો. પરંતુ, અઢીથી પોણા ત્રણ લાખ લોકો અેકઠા થઈ ગયા હતા, જેથી જિલ્લા અને પ્રદેશ કક્ષાઅે સાૈ કોઈમાં અાત્મ વિશ્વાસનો વધારો થઈ ગયો છે. કેમ કે, વાહનોની વ્યવસ્થા કરી હતી તોય મોટાભાગના લોકોઅે અે વાહનોને અવગણીને સ્વયંભૂ પોતપોતાના વાહનોથી અેકઠા થઈ ગયા હતા.

બીજું, અેક બાજુ રોડ શો અને બીજી બાજુ જાહેર સભા અેમ બે બે કાર્યક્રમો હતા તોય લોકો બંને કાર્યક્રમોમાં સમયસર ઉપસ્થિત થઈ ગયા હતા. ઉલ્ટું ચૂસ્ત પોલીસ બંદોબસ્તથી અકળાવવાને બદલે બંને કાર્યક્રમોમાં સમયસર પહોંચવાની દોડધામમાં પડ્યા હતા. જેની પણ નોંધ લેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...