પેન્શનરોને મુશ્કેલી:બહારના દર્દી તરીકે સારવાર લેનારા પેન્શનરોના બિલ અટકાવાયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરી કચેરીએ નાણાં વિભાગનું માર્ગદર્શન માંગ્યાનું બહાનું ધરતા પેન્શનરોને મુશ્કેલી
  • અા મુદ્દો સંકલનમાં લઇ ઉકેલવા કલેક્ટરને પેન્શનર અેસો.ની રજુઆત

બહારના દર્દી તરીકે સારવાર લીધા બાદ તેના બિલોનું ચુકવણું તિજોરી કચેરીઅે અટકાવતાં કચ્છ જિલ્લા પેન્શનર્સ અેસોસિયેશને અા મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં લઇને ઉકેલવાની માંગ સાથે કલેક્ટરને રજૂઅાત કરી છે.

કચ્છ જિલ્લા પેન્શનર્સ અેસોસિયેશન પ્રમુખ પ્રતાપસિંહ વી. અાશરે કલેક્ટરને કરેલી રજૂઅાત મુજબ અારોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.2-6-21ના પરિપત્રના અર્થઘટનમાં સ્થાનિક તિજોરી કચેરીઅે વિસંગતતા ઉભી કરી અદાણી હોસ્પિટલના દરજ્જા અંગે તિજોરી નિયામક ગાંધીનગર દ્વારા સરકારના નાણાં વિભાગનું માર્ગદર્શન માંગ્યાનું બહાનું ધરી જુન-2021થી પેન્શનરોના મેડિકલ બિલોનું ફેર ચુકવણું અટકાવી દીધું છે. ચુકવણું બંધ કરી દેવાતાં ગંભીર બીમારીવાળા પેન્શનરોને અદાણી હોસ્પિટલમાંથી દવા લેવામાં મુશ્કેલી પડી રહી છે.

અદાણી સિવાયની હોસ્પિટલમાંથી દવા લેનારા પેન્શરોના બિલો તિજોરી કચેરી દ્વારા પાસ કરાતા હોઇ નાછૂટકે પેન્શનરો પંચાયત હસ્તકના કે અન્ય દવાખાનામાંથી દવા લેતા થયા છે પરંતુ અાવી હોસ્પિટલોમાં સુપર સ્પેશીયાલીસ્ટ તબીબ ન હોવાથી ગંભીર પ્રકારની બીમારીવાળા પેન્શનરોને મુશ્કેલી પડી રહી છે.અા મુદ્દે કલેક્ટર, મુખ્યમંત્રી, અારોગ્યના નાયબ સચિવ, વિધાનસભા અધ્યક્ષા વગેરેને વારંવાર લેખિત રજૂઅાતો કરી છે, જેને 10 મહિના જેટલો સમય થવા અાવ્યો તેમ છતાં તેનો કોઇ ઉકેલ અાવ્યો નથી, જેથી અા મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં લેવા માગણી કરાઇ છે.

જી.કે. હોસ્પિટલના સિવિલ સર્જન પણ બે માસથી બિલોમાં કાઉન્ટર સહી કરી અાપતા નથી
પેન્શનર અેસો. પ્રમુખ અાશરના કહેવા મુજબ અદાણી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલમાંથી પેન્શનરો સારવાર લે અને બિલની રકમ રૂ.5,000થીી વધુ થતી હોય તો નિયમોનુસાર બિલમાં સિવિલ સર્જનની સહી જરૂરી છે. અગાઉથી ચાલી અાવતી પધ્ધતિ મુજબ અન્ય હોસ્પિટલોના રૂ.5,000થી વધુ રકમના બિલોમાં સિવિલ સર્જન કાઉન્ટર સહી કરી અાપતા હતા પરંતુ છેલ્લા બે મહિનાથી અન્ય હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલોમાં કાઉન્ટર સહી કરી અાપવાનું સિવિલ સર્જને બંધ કરી દીધું છે. અા મુશ્કેલી ભુજ ખાતેના પેન્શનરોને જ છે, કારણ કે, ભુજની જનરલ હોસ્પિટલ અદાણી હસ્તક છે અને અન્ય કોઇ સરકારી હોસ્પિટલ ન હોવાથી ભુજના પેન્શનરો માટે અન્ય કોઇ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...