LCBની કામગીરી:પધ્ધર પાસે બાઇક ચોરી, તેના પુર્જા ભંગારમાં વેચવા નીકળેલા 3 શખ્સો પોલીસની ઝપટે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા અને પધ્ધરની વાહનચોરીનો LCB એ ભેદ ઉકેલ્યો

પધ્ધર પાસે બાઇક ચોર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે યુવાનોએ તેના પુર્જા અલગ કરી ભંગારમાં વેચવાનો પ્લાન ઘડયો હતો પણ તે પહેલા જ ભુજ એલસીબીએ વાડામાંથી આ ચોરાઉ બાઇક સાથે 3 જણાને પકડી મુન્દ્રા અને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઇકચોરીનો ભેદ ઉકેલી લીધો છે.

એલસીબીની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, શેખપીર દરગાહથી કુકમા જતા રોડ પર હરસિદ્ધિ હોટલ પાસે 3 ઈસમો નંબર પ્લેટ વગરની ચોરાઉ બાઈક સાથે ઉભા છે જેથી બાતમીવાળી જગ્યાએથી ત્યાં ઉભેલા ઈસમોની પુછપરછ કરવામાં આવતા સુખપરનો કનકસિંહ ઉર્ફે લાલો અજુભા સોઢા, મોટી તુંબડીનો મહાવીરસિંહ બળવંતસિંહ સોઢા અને મોટી ધુફીનો પ્રવીણસિંહ નારણજી ગોહિલ મળી આવ્યો હતો.

આ શખ્સો પાસે રહેલી બાઈક બાબતે પુછતાછ કરતા કનકસિંહે કહ્યું કે, તેણે મહાવીરસિંહ સાથે મળીને મુંદરા જીરો પોઈન્ટ સર્કલ પાસે રાત્રે આ બાઈક ચોરી હતી અને બીજા દિવસે બંને જણાએ પ્રવીણસિંહ સાથે મળી મુંદરાથી ચોરેલી બાઈક બીકેટી કંપની પદ્ધર પાસે લઈ આવ્યા હતા. અને અહીંથી પણ એક બાઈકની ચોરી કરી હતી અને પોલીસ પકડથી બચવા માટે તેમણે આ બાઇકના સ્પેરપાર્ટ્સ અલગ કરી નાખ્યા હતા. ટાયર, ટાંકી, સાયલેન્સર, એન્જીન સહિતના પુર્જા અલગ કરી ભંગારમાં વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ ત્રણેય જણા ઝડપાઈ જતા એલસીબીએ તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કબ્જો પદ્ધર પોલીસને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...