જીવલેણ અકસ્માત:અબડાસાના નલિયા તેરા માર્ગ પર બાઈક સ્લીપ થયું, ગંભીરઈજા પહોંચતા યુવકનું મોત

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના નલિયા તેરા ધોરીમાર્ગ પર ગત રાત્રે બાઈક અકસ્માત સર્જાતા તેના ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ હતી. હતભાગી યુવાન પોતાના ગામ સુખપર (બારા) તરફ જઈ રહ્યો હતો ત્યારે બીઆરટી ત્રણ રસ્તા નજીક હોટેલ જુણાની પાસે બાઈક સ્લીપ થઈ જતા માર્ગ પર ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેનું સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું હતું.

આ અંગે નલિયા પોલીસ દફતરે નોંધાયેલી પ્રાથમિક માહિતી મુજબ ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં 19 વર્ષીય ગજુભા વજુભા જાડેજાનો યુવક બીઆરટી ત્રણ રસ્તા નજીક હોટેલ જુણાની પાસે પોતાના બાઈક પરથી સ્લીપ થઈ જતા ઇજા પામ્યો હતો. હતભાગીને સારવાર અર્થે નલિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર કારગર નિવડે તે પહેલાજ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈએ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...