જામીન મંજુર:ભુજની એ 27 લાખની ચોરીમાં જેને ભાવિ સસરા બતાવ્યા તેનો કોઇ જ સબંધ નથી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પકડેલા ગઢશીશાના આરોપીની અદાલતે જામીન અરજી મંજુર કરી

ભુજના બિલ્ડરના ઘરમાંથી કામવાડી મહિલાએ કરેલી 27 લાખની ચોરીના ચકચારી બનાવમાં પોલીસે પકડાયેલા ભાવિ સસરાની ભુજની કોર્ટે રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે. સહયોગનગર ખાતે રહેતી અને હોસ્પિટલ રોડ પર રહેતા બિલ્ડર હરેશભાઇ કતીરાના ઘરે કામ કરતી આશાબેન યુવતીએ બિલ્ડરના ઘરમાંથી રોકડ દાગીના મળીને 27 લાખના મુદામાલની ચોરી કરી હતી.

પોલીસે યુવતીની ધરપકડ હતી. જેમાં આરોપણ આશાબેને તેના મંગેતર જીગર ચૌહાણ અને ભાવિ સસરા શંકરસિંહ દેવાજી ઉર્ફે ગાભા ચૌહાણના નામ પોલીસને આપ્યા હતો અને તેઓ પાસે ચોરાઉ મુદામાલ હોવાની વાત કરી હતી. જેથી બી ડિવિઝન પોલીસે આરોપી જીગરની અટકાયત કરવા માટે ગઢશીશા ખાતે રહેતા શંકરસિંહ ચૌહાણની અટકાયત કરીને પુછતાછ હાથ ધરી હતી.

જેમાં શંકરસિંહ ચૌહાણે આરોપણ આશાબેન સાથે તેમના દિકરાની સગાઇ થઇ ન હોવાનું અને દિકરો તેમની સાથે રહેતો નથી ભુજ રહે છે. આ ચોરી સાથે કોઇ જ લેવા દેવા નથી ચોરી કરનાર આરોપણ યુવતી સાથે તેમનો કોઇ જ સબંધ નથી તેમ છતાં પોલીસ દ્વારા તેમના પુત્ર જીગરને પકડવા અને મુદામાલ રિકવર કરવા સબબ પોલીસ મથકે વારંવાર બોલાવીને પોલીસે મારકુટ કરી આરોપી બનાવવામાં આવી રહ્યા હોઇ અંગે કોર્ટમાં ફરિયાદ કરશે તેવી રજુઆત સાથે ભુજની સેસન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

​​​​​​​જેમાં બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપી શંકરસિંહ ચૌહાણની જામની અરજી મંજુર કરી હતી. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાસ્ત્રી આર.એસ.ગઢવી, ખેતશી પી.ગઢવી, વીનીત ચૌધરી હાજર રહીને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...