ટ્રક ચાલકે રાહદારીને કચડ્યો:ભુજના સેખપીર કુકમાં વચ્ચેના ધોરીમાર્ગ પર ટ્રકે આધેડને હડફેટે લેતા મોત, પોલીસે તપાસ હાથ ધરી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકની હડફેટથી આધેડને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી

ભુજ તાલુકાના સેખપીર ચાર રસ્તાથી કુકમાં વચ્ચેના ધોરીમાર્ગ પર કાર્ગો ફાર્મ નજીક આજે સવારે 8 વાગ્યાના અરસામાં અંજારના ચાંદ્રાણી( કોટડા) ગામના 53 વર્ષીય આધેડ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી ટ્રકે તેમને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ નજીકના પોલીસ મથકને કરતા જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસ મથકમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આજે રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ અંજાર તાલુકાના ચાંદ્રાણી( કોટડા) ગામના 53 વર્ષીય દેવજી ભાણા યાદવ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી ટ્રક નંબર GJ12 BW 9464 વાળના ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમને સારવાર અર્થે ભુજ જીકે નજરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ઘર તરફ કેવી રીતે જતા હતા અને સામે ટ્રક છે કે ટ્રેલર તેની સચોટ માહિતી તપાસ બાદ દાખલ ફરિયાદ પરથી જાહેર કરવામાં આવશે. તેમ પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...