ભુજ સ્થિત જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં 111 કિલો વજનના 62 વર્ષીય મહિલાને ડાયાબિટીસની સમસ્યા હોવા છતાં પણ હિંમત અને આત્મવિશ્વાસ ઉપરાંત તબીબો ઉપર ભરોસાના સથવારે પોતાના બન્ને ઘુંટણના ઓપરેશન કરાવી દુખાવામાંથી છુટકારો મેળવ્યો હતો.
હોસ્પિટલના ઓર્થો સર્જન અને ઓપરેશનની બાગડોર સંભાળનારા ડૉ. નવીન ગાગલે જણાવ્યું હતું કે, ભુજના ચંદ્રિકાબેનની ઉંમર અને વજન પણ વધુ હતા. તેમને બન્ને પગના ઘુંટણમાં વધુ ઘસારો હોતા ચાલવા ઉઠવા અને બેસવામાં તકલીફ હતી. બેઉ ગોઠણ બદલવાની ખુબજ આવશ્યકતા હતી. તબીબોએ તેમને વિગતે સમજાવતા તેમણે સલાહને સકારાત્મક રીતે લઈ સહમતી આપી.
ડૉ.ગાગલે શસ્ત્રક્રિયાની જટિલતા અંગે જણાવ્યું કે, 100 કિલોથી વધુ વજન ઓપરેશનમાં ઘુંટણ પરની ચરબી ચીરીને છેક સુધી પહોંચવું પડે છે. નિશ્ચિત સમયાંતરે તબક્કા વાર શસ્ત્રક્રિયા કરી સફળતા સુધી અંજામ આપ્યો. ઓપરેશનમાં ડૉ. ઉમંગ સંઘવી, ડૉ. દીપ પવાણી, ડૉ. દિશાંત મહેતા, ડૉ. સતીષ ડામોર, ડૉ.અભિષેક રૂપાવારિયા અને ડૉ.શર્મા જોડાયા હતા.અત્રે નોંધનીય છે કે, છેલ્લા ચાર માસમાં 100 જેટલા ની-રિપ્લેસમેન્ટના ઓપરેશન જી.કે.જન.હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.