રજૂઆત:ભુજના સફાઈ રોજમદાર કર્મચારીઓએ પગાર મામલે સુધારાઈ કચેરીએ રજૂઆત કરી

કચ્છ (ભુજ )17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરમાં સફાઈનું કાર્ય કરતા રોજમંદાર કર્મીઓએ કોન્ટ્રાકટર દ્વારા ત્રણ માસથી પગાર ચુકવવામાં ના આવતા પાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. ઠેકેદાર મારફતે શહેરમાં સફાઈ કાર્ય કરતા કર્મચારીઓએ એકઠા થઇ નગર પાલિકા કચેરી ખાતે પગાર ના મળતા પડી રહેલી મુશ્કેલીઓ પ્રત્યે અધિકારીનું ધ્યાન દોર્યું હતું. સફાઈ કર્મીઓને આ પૂર્વે પણ પગાર સબંધી પરેશાની ઉભી થઇ હતી તે સમયે પણ સુધારાઈ પ્રમુખ અને અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત નારાજ કર્મીઓને રજુઆત કરવાની ફરજ પડી હતી.

ભૂતકાળમાં આજ પ્રકારના એક સફાઈ કર્મીએ પગાર બાબતે આત્મહત્યા કરી હતી
ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામ કરતા કામદારોએ આજે નગર પાલિકા કચેરી ખાતે એકઠા થઇ જણાવ્યું હતું કે ઠેકેદાર હસ્તક અમો સફાઈનું નિયમિત કામ કરી રહ્યા છીએ તેમ છતાં છેલ્લા ત્રણ માસથી અમને પગાર મળ્યો નથી. જેના કારણે હવે ઘરે ખાવા પીવાના પણ સાંસા પડી રહ્યા છે. તેથી ના છૂટકે અમારી ફરિયાદ ચીફ ઓફિસરને કરવી પડી છે. જો વહેલાસર પગાર નહિ મળે તો અમારે જીવન ગુજારવું મુશ્કેલ બની જશે. આ અંગે તાકીદે પગાર ચૂકવાય એવી માગ છે. ઉલ્લેખનીય છે ભૂતકાળમાં આજ પ્રકારના એક સફાઈ કર્મીએ પગાર બાબતે આત્મહત્યા પણ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...