છેતરપિંડી:ભુજના ચીટરોએ રાજસ્થાનના વેપારી સાથે 6 લાખની કરી ઠગાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીઓ પાસેથી 9 મહિના અગાઉ 4.90 લાખના સોનાના બિસ્કીટ ખરીદ્યા હતા

ભુજના ચીટરો દ્વારા સસ્તા સોનાને નામે અવારનવાર લોકો સાથે ઠગાઈ કર્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે રાજસ્થાનના સુશાંત ભોલેરામ મલને ભુજના ઠાગબજોએ સસ્તા સોનાને નામે ચૂનો ચોપડયો છે.બે વર્ષ અગાઉ પરિચય બાદ ફરિયાદીને ભુજમાં 4.90 લાખના સાચા સોનાના બિસ્કીટ આપ્યા હતા. વિશ્વાસમાં આવ્યા બાદ ફરી એકવાર સસ્તા સોનાની લાલચે રૂપિયા 6 લાખ આપ્યા હતા.આરોપીઓ રૂપિયા કે સોનું ન આપી રાજસ્થાનના વેપારી સામે ઠગાઈ કરતા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે.

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલે રાજસ્થાનના મેરતાસીટીમાં સોના ચાંદીની દુકાન ચલાવતા સુશાંત ભોલેરામ મલ બે વર્ષ અગાઉ ફેસબુકના માધ્યમથી ભુજના સિકંદર મસ્તાનના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે વાતચીત બાદ સસ્તા સોના માટે ફરિયાદી તેના ભાઈ સુદીપ ભોલેરામ મલ સાથે નવ મહિના પહેલા ભુજ આવ્યો હતો. ભુજ આવ્યા બાદ ચીટરો એ રૂપિયા 4.90 લાખનો સાચો સોનું આપ્યું હતું. જેમાં નફો થતાં ફરી સાત મહિના અગાઉ ફરિયાદી અને તેનો ભાઈ બીજી વખત સસ્તો સોનું લેવા ભુજ આવ્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડથી સિકંદર દાઉદ ચોકડી મુસ્લિમ એજ્યુકેશન પાસે સંજોગનગર ખાતે લઈ ગયો હતો.

જ્યાં અન્ય આરોપી ઇસમ રજાક નુરમામદ સમા સિકંદરનો બોસ બની બેઠો હતો.જ્યાં બે સોનાના બિસ્કીટ 9 લાખમાં ખરીદવાની વાતચીત થઈ હતી. ભુજના આરોપી રજાક નુરમામદ સમા અને સિકંદર મસ્તાને ફરિયાદી પાસેથી સસ્તા સોના પેટે 6 લાખ રૂપિયા લીધા હતા.બાકી રહેતા 3 લાખ રાજસ્થાન જઈ મોકલવાની વાત થઈ હતી.વિશ્વાસમાં આવેલા ફરિયાદીને આરોપીઓએ આરટીઓ સર્કલ પર સોનાની ડિલિવરી આપવાનું કીધું હતું.જેથી ફરિયાદી અને તેનો ભાઈ આરટીઓ સર્કલ જઈ સિકંદરને ફોન કરતાં તમને ડિલિવરી આગળ રસ્તામાં આપીશ તેમ કહી બસમાં બેસી જવા કીધું હતું.

ત્યારબાદ સતત બહાના કાઢી વિશ્વાસમાં લઈ ફરિયાદી રાજસ્થાન પહોંચ્યા ત્યાંસુધી સોનું કે રૂપિયા આપ્યા ન હતા.સતત સંપર્કમાં રહી આજદિન સુધી વિશ્વાસમાં રાખી આરોપીઓએ સોનું કે રૂપિયા ન આપતા પોતાની સાથે ઠગાઈ થયાનું માલૂમ પડ્યું હતું. જેના પગલે ભુજના ઠગબજો વિરુદ્ધ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીના ગુના તળે ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...