ભુજના બીલ્ડરના ઘરમાંથી કામવાડી મહિલાએ કરેલી 27 લાખની ચોરીના કેસમાં 25 લાખ મંગેતર લઇને ભાગી ગયો હોવાનું રિમાન્ડમાં સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. તો, બીજી તરફ આરોપી મહિલાના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં આરોપી મહિલાએ રેગ્યુલર જામીન અરજીની માગણી કરતાં અદાલતે જામીન અરજી નામંજુર કરી છે.
કેસની હકીકત મુજબ હોસ્પિટલ રોડ પરની જલારામ સોસાયટીમાં રહેતા બીલ્ડર રાજ હરેશભાઇ કતીરાના ઘરે કામ સફાઇ કામ કરતી અને સહયોગનગર ખાતે રહેતી આશાબેન અશોકભાઇ મકવાણાએ બીલ્ડરના ઘરમાંથી 23 લાખ રોકડા અને 4 લાખના 8 તોલાના સોનાના દાગીના મળી 27 લાખના મુદામાલની ચોરી કરી હતી. જેમાં બી ડિવિઝન પોલીસે બીલ્ડરની ફરિયાદ પરથી આરોપી આશાબેનની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ દરમિયાન આશાબેને પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, મુળ ગઢશીશા ગામના હાલ કેમ્પ એરિયામાં ભાડાના મકાનમાં રહેતા તેમના મંગેતર જીગર ઉર્ફે જીતુ શંકરસિંહ ચૌહાણને રૂપિયા 21લાખ9 હજાર તથા 4 લાખના દાગીના આપ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી જીગરને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. તો, બીજી તરફ આરોપણ આશાબેના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરાઇ હતી.
જેમાં કોર્ટે એક દિવસના વધુ રિમાન્ડ મંજુર કર્યા હતા. દરમિયાન મંગળવારે આરોપણ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. અદાલતે ગંભીર ગુનાને ધ્યાને લઇ તેમજ આરોપી મોટી રકમ લઇને નાસી ગયો હોવાથી મુદામાલ રિકવર ન થયો જેવી દલીલો સરકારી વકીલ અરવિંદભાઇ તડવીએ કરી હતી. તેમજ મૂળ ફરિયાદીનાવકીલ અમિતભાઇ એ.ઠકકરની દલીલોને ધ્યાને રાખીને અદાલતે આરોપી મહિલાની જામીન અરજી નકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.