ધરપકડ:હનીટ્રેપના ચકચારી કેસમાં ભુજના બિલ્ડરની ધરપકડ : 3 દિ’ રિમાન્ડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલો આરોપી - Divya Bhaskar
પકડાયેલો આરોપી
  • આરોપીએ ફરિયાદીને ભુજ બોલાવી યુવતી સાથેની ક્લીપ દેખાડી હતી

ગાંધીધામના ફાઇનાન્સરને હનીટ્રેપ ફસાવીને 10 કરોડની ખંડણી માંગવાના ચકચારી કેસમાં એલસીબીએ ભુજના બિલ્ડર વિનય રેલોન ઉર્ફે લાલાની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે આરોપીના શુક્રવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ભોગબનાર ગાંધીધામના ફાયનાન્સર અનંતભાઈ ચમનલાલ ઠક્કરે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં વડોદરાની આશા ઘોરી નામની યુવતી, ભુજના બિલ્ડર વિનય ઉર્ફે લાલો રેલોન, અંજારના મનીષ મહેતા, ભચાઉના વકીલ હરેશ કાંઠેચા, મુંબઈના રમેશ જોષી અને તેમના ભાઈ શંભુ જોષી, જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા જયંતી જેઠાલાલ ઠક્કર(ડુમરા) અને તેનો ભાણેજ ખુશાલ ઉર્ફે લાલો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદી અને યુવતીની વીડિયો ક્લીપ બનાવી દસ કરોડની ખંડણી માંગણી કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપી વિનય રેલોનએ ફરિયાદીને ફોન કરી ભુજ બોલાવ્યો હતો. અને ભુજના જ્યુબિલી સર્કલથી હોસ્પિટલ રોડ પર કારમાં બેસાડીને ફરિયાદીને આશા ઘોરી નામની યુવતી સાથે અંગત પળોની વીડિયો ક્લીપ બતાવી હતી. બાદમાં મામલો પતાવવા સહ આરોપીઓ સાથે ભળીને ખંડણીનું કાવતરૂ રચ્યું હતું. વિનય રેલોન ધરપકડ બાદ ફરિયાદી પાસેથી તબક્કાવાર ખંડણીની માંગણી કરનારા અન્ય આરોપીઓના પૂરાવાઓ એકઠા કરીને ચકાસ્યા બાદ ધરપકડ સહિતના પગલાં લેવા આવશે તેવું એલસીબીના ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...